/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/IMG-20180731-WA0107.jpg)
ભારતીય નૌસેનાની છ જાંબાઝ મહિલાઓનું જામનગરનાં આંગણે સન્માન કરવામાં આવ્યું હતું
જામનગરનાં આંગણે આજે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય નૌ સેનાની છ જાંબાઝ સાહસિક મહિલાઓ જેમને સઢવાળી નૌકામાં વિશ્વ પરિભ્રમણ કર્યું છે. તેમનું સન્માન કરવા માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો.
આઈ.એન.એસ.વાલસુરા, જામનગર મહાનગર પાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગરનાં સંયુક્ત ઉપરમે આજે શક્તિ સ્વરૂપ નૌસેનાની છ જાંબાઝ મહિલાઓને મળવાનો તેમના દિલધડક, અચંબામાં પાડી દે તેવા અનુભવો તેઓનેં જ સ્વમુખે શહેરીજનો ને સાંભળવા મળ્યા હતા. તેમણે ખેડેલી જી સટોસટની સફરનું તેમને વર્ણન લોકો સમક્ષ કર્યું હતું. દરિયાકિનારે પાણીમાં પગ મુક્તાં ડરતા લોકોને જાણવા મળયું કે છ મહિલાઓએ એકલી સઢવાળી નૌકામાં વિશ્વ પરિભ્રમણ કર્યું.
આ છ મહિલાઓએ જોયેલું અને તે 254 દિવસની દિલધડક દરિયાઈ સફર બાદ પૂર્ણ થયું છે. સંપૂર્ણપણે મેક ઇન ઇન્ડીયાને સાકાર કરતી સ્વદેશી બનાવટની બોટ એટલે 'તારિણી'. જે બોટનું નિર્માણ ગોવાની એક કંપની દ્વારા કરવામાં આવ્યું છે. છ સઢ સાથેની આ તારિણી બોટ 65 ફૂટ લાંબી છે. તેને ફેબ્રુઆરી 2017 માં ભારતીય નૌકાદળ માં સામેલ કરવામાં આવી હતી. આ તારીણી બોટ અદ્યતન સુવિધાથી સજ્જ બોટ છે. નૌસેનાની આ છ જાંબાઝ મહિલાઓ 11 સપ્ટેમ્બર 2017 નાં રોજ ગોવાથી વિશ્વાપરીભ્રમણ માટે નીકળી હતી. જે વિશ્વ નાં ન્યુઝીલેન્ડ સાઉથઆફ્રિકા જેવા અનેક દેશો ફરી 21 મેં 2018 નાં રોજ ગોવાની મન્ડોવી નદીએ આવી પહોંચી હતી. જ્યાં તેમનું સ્વાગત ખુદ ભારત સરકાર ના સંરક્ષણ મંત્રી અને એક મહિલા એવા નિર્મલા સીતારામન દ્વારા કરવામાં આવ્યું હતું.
254 દિવસના વિશ્વ પરિભ્રમણ સમયે સમુદ્રની મોટી લહેરો બરફના મોટા પર્વતો અને ખરાબ હવામાન જેવા અનેક મુશ્કેલી ભર્યા પરિબળોનો સામનો કરી આ મહિલાઓ જહાજોના કબ્રસ્તાન ગણાતા વિસ્તારોમાંથી મહામુશ્કેલીએ પસાર થયા હતા. જામનગરનાં મ્યુનીસીપલ ટાઉનહોલ ખાતે આ મહિલાઓનું જામનગરનાં મેયર હસમુખ જેઠવા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભાજપ શહેર પ્રમુખ હસમુખ હિન્ડોચા, શિક્ષણ સમિતિના ચેરમેન વસંત ગોરી અને સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન સુભાષ જોશી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ હોલમાં ઉપસ્થિત સ્કુલનાં વિદ્યાર્થીઓ અને પ્રજાજનો સાથે સવાલ જવાબ સાથે ચર્ચા કરી હતી.