પૂર્વી ઈંગ્લેન્ડના લેસ્ટરશાયરમાં એક ભારતીય વિદ્યાર્થીનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. આ અકસ્માતમાં અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. લેસ્ટરશાયર પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત મંગળવારે સવારે થયો હતો, જેમાં કાર ખાઈમાં પડી જતાં ચિરંજીવી પંગુલુરીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે એક મહિલા, બે પુરૂષો અને ડ્રાઈવર ઘાયલ થયા હતા. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતા.
કાર ખાઇમાં ખાબકી
ડ્રાઈવર (27)ની ખતરનાક ડ્રાઈવિંગ બદલ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેને જામીન પર છોડવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, 32 વર્ષીય ચિરંજીવી પંગુલુરી મઝદા 3 તમુરામાં લેસ્ટરથી માર્કેટ હાર્બરો તરફ જઈ રહ્યા હતા ત્યારે વાહન ખાડામાં પડી ગયું હતું.
લેસ્ટરશાયર પોલીસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીઓ મંગળવારની સવારે A6 પર મુસાફરી કરી રહેલા અને ક્રેશના સાક્ષી એવા કોઈપણ વ્યક્તિ સાથે વાત કરશે અને નિવેદનો રેકોર્ડ કરશે. અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે તેઓએ ડેશ કેમ સાધનો પર કોઈ ફૂટેજ મેળવ્યા છે કે કેમ તે તપાસે.
