/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/02/Major-Milestone-in-Construction-of-INS-Vikrant1.jpg)
વર્ષ 1987 થી માંડીને 30 વર્ષ સુધી ભારતીય નૌકાદળમાં પોતાની સેવા આપનાર વિમાન વાહક જહાજ INS વિક્રાંત માર્ચમાં નિવૃત થવા જઈ રહ્યુ છે. ત્યારે આંધ્ર પ્રદેશ સરકાર અને સંરક્ષણ મંત્રાલય વચ્ચેની મડાગાંઠને લીધે INS વિરાટ પણ મ્યુઝિયમને બદલે INS વિક્રાંત ની જેમ ભંગારમાં પરિણમે તેવી સ્થિતિ સર્જાઈ છે.
આંધપ્રદેશ સરકાર INS વિરાટની મ્યુઝિયમની જવાબદારી સ્વીકારવા તૈયાર છે પરંતુ તેણે સંરક્ષણ વિભાગ પાસેથી અડધા ખર્ચની માંગણી કરી છે, તો સંરક્ષણ વિભાગ જરૂરી ટેક્નિકલ સહાય અને સલાહ આપવા તૈયાર છે પણ આ ખર્ચ ઉઠાવવા તૈયાર નથી.
13 માળનું 27,800 ટન વજન ધરાવતુ INS વિરાટ વિશ્વનું સૌથી જૂનું વિમાન વાહક જહાજ છે. જેને 27 વર્ષ સુધી બ્રિટિશ નૌકાદળમાં સેવા આપી અને ત્યારબાદ 1987 થી ભારતીય નૌકાદળમાં સેવા આપી રહ્યુ છે.
જો આંધ્ર સરકાર અને સંરક્ષણ મંત્રાલય વચ્ચે આ મામલે સુમેળ નહિ થાય તો આખરે INS વિક્રાંતની જેમ INS વિરાટને પણ ભંગારમાં વેચી દેવામાં આવશે અને તેના મ્યુઝીયમનું સપનું સાકાર નહિ થાય તેમ જાણવા મળ્યુ છે.