દિવાળી પહેલા ફૂડ સેફ્ટી વિભાગની સઘન કાર્યવાહી
મીઠાઈ વિક્રેતાઓને ત્યાં સરપ્રાઈઝ ચેકિંગથી ફફડાટ
આરોગ્ય વિભાગે વિવિધ મીઠાઈના નમૂનાઓ લીધા
સેમ્પલ ફેલ જશે તો વેપારીઓ સામે કડક કાર્યવાહી કરાશે
સુરતવાસીઓને શુદ્ધ અને સુરક્ષિત મીઠાઈઓની આશા બંધાઈ
સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરમાં ખાસ સરપ્રાઈઝ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યા હતું,જેના કારણે મીઠાઈ વિક્રેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરમાં ખાસ સરપ્રાઈઝ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે ફૂડ સેફ્ટી વિભાગની ટીમોએ અચાનક જ અલગ-અલગ મીઠાઈ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કર્યું હતું. ચેકિંગ દરમિયાન અધિકારીઓએ દુકાનોમાંથી શંકાસ્પદ અને અલગ-અલગ પ્રકારની મીઠાઈઓના નમૂનાઓ એકત્રિત કર્યા હતા.
એકત્રિત કરાયેલા આ તમામ નમૂનાઓને હવે સરકારી લેબોરેટરીમાં ગુણવત્તા તપાસ માટે મોકલવામાં આવશે. જો આ લેબ ટેસ્ટમાં કોઈ પણ મીઠાઈનું સેમ્પલ ફેલ જશે અથવા ગુણવત્તામાં ખામી જણાશે, તો તે સંબંધિત મીઠાઈ વિક્રેતા વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તંત્રની આ લાલ આંખથી મિલાવટખોરો અને નબળી ગુણવત્તાનું વેચાણ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. ફૂડ સેફ્ટી વિભાગની આ સરાહનીય કાર્યવાહીથી તહેવારોની સિઝનમાં સુરતવાસીઓને શુદ્ધ અને સુરક્ષિત મીઠાઈઓ મળી રહે તેવી આશા બંધાઈ છે.
