• SOU ખાતે યોજાયો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

  • દેશ વિદેશના પતંગબાજોએ લીધો ભાગ

  • 65 પતંગબાજોએ રંગબેરંગી પતંગ ઉડાવી

  • અવનવી પતંગોએ પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ  

  • કર્ણાટકના પતંગબાજો સ્વ.રતન ટાટાને પાઠવી શ્રદ્ધાંજલિ 

નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો.આ પતંગ ઉત્સવમાં 13 દેશના 34 અને ભારતના 31 મળી કુલ 65 પતંગબાજો નર્મદા ડેમના વ્યૂ-પોઈન્ટ ખાતે અવનવા કરતબો કર્યા હતા.

નર્મદા જિલ્લા વહિવટીતંત્રગુજરાત પ્રવાસન નિગમ-ગાંધીનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-1 ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો.આ મહોત્સવ થી દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાનો અદભૂત અવસરની પ્રવાસીઓને તક મળી હતી.અને જેને નિહાળવા  મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિકો ઉમટી પડયા હતા. 

દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ તેમજ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ અને પ્રવાસન વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં ફુગ્ગા ઉડાવીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે.

પતંગ મહોત્સવની શરૂઆત થતાની સાથે -દુનિયાના 13 થી પણ વધારે દેશના  પતંગબાજો તેમજ ભારતીય પતંગબાજોએ  સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની અંદર અલગ અલગ પતંગ ઉડાવી હતી.પતંગબાજોએ ઢીંગલાના સ્વરૂપમાં,ઇગલના સ્વરૂપ તેમજ એક સાથે 10થી વધારે પતંગો સહિતની રંગબેરંગી પતંગો ઉડાવી હતી. આ ઉપરાંત દેશના ઉદ્યોગપતિ સ્વ.રતન ટાટાને આ પ્રસંગે શ્રદ્ધાંજલિના ભાગ રૂપે એક કર્ણાટકના પતંગ બાજે પોતાની પતંગમાં રતન ટાટાનો ફોટો છપાવી પતંગ ઉડાવી હતી.