આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે ભરૂચ જીલ્લા જેલ ખાતે જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ પ્રયાસ સંસ્થાના સહયોગથી મહિલા કેદીઓ માટે વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પમાં સિવીલ હોસ્પીટલના નિષ્ણાત સાયકાટ્રીસ્ટ ડોકટર સચી દેસાઇ અને ગાયનેકોલોજીસ્ટ ડોકટર રૂહીમા શેખ દ્વારા મહિલા કેદીઓની આરોગ્ય તપાસ કરાઈ હતી. મહિલા કેદીઓના માનસિક સ્વાસ્થ્ય, સ્ત્રીરોગ સંબંધિત સમસ્યાઓ અંગે માર્ગદર્શન, સારવાર તથા સલાહ પણ અપાઈ હતી.

International Womens Day

કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલા કેદીઓમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો તથા તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સંભાળ લેવાનો હતો. આ પ્રસંગે ભરૂચ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરી પી.પી.મોકાશી, પ્રયાસ સંસ્થા તરફથી દિવ્યાબેન પરમાર, LADC હજરાબેન તથા જેલ અધિક્ષક એન.પી.રાઠોડ પ્રત્યક્ષ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સહયોગ આપ્યો હતો.