એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સમાં પોતાની નવી કેપ્ટનશીપની ઇનિંગમાં શાનદાર ડેબ્યૂ કર્યું છે. રવિવારે પુણેમાં રમાયેલી મેચમાં CSKએ સનરાઇઝર્સ હૈદરાબાદને 13 રને હરાવ્યું હતું. CSKની નવ મેચોમાં આ ત્રીજી જીત હતી અને તેઓ હજુ પણ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે.
ચેન્નાઈ અને સનરાઈઝર્સ વચ્ચેની મેચની વાત કરીએ તો ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં બે વિકેટે 202 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે 57 બોલમાં છ છગ્ગા અને ચોગ્ગાની મદદથી 99 રન બનાવ્યા હતા. ડેવોન કોનવેએ 55 બોલમાં અણનમ 85 રન બનાવ્યા હતા. ટી. નટરાજને ચેન્નાઈ સુપર કિંગ્સના બે ખેલાડીઓને આઉટ કર્યા હતા. જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદ નિર્ધારિત ઓવરમાં છ વિકેટે 189 રન જ બનાવી શકી હતી. નિકોલસ પૂરને અણનમ 64 અને કેપ્ટન કેન વિલિયમસને 47 રન બનાવ્યા હતા. મુકેશ ચૌધરીએ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી સૌથી વધુ ચાર સફળતા મેળવી હતી.
