મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના કેપ્ટન રોહિત શર્માનું ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં નિરાશાજનક પ્રદર્શન ચાલુ છે.શનિવારે લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી) સામેની મેચમાં રોહિત શર્મા માત્ર છ રન બનાવી શક્યો હતો. રોહિત ઝડપી બોલર અવેશ ખાનના એક શાનદાર બોલ પર વિકેટકીપર ક્વિન્ટન ડી કોકના હાથે કેચ આઉટ થયો હતો. જો જોવામાં આવે તો 34 વર્ષીય રોહિત શર્મા આ IPLમાં પોતાના જૂના ટચમાં બિલકુલ જોવા મળ્યો નથી. વર્તમાન સિઝનમાં રોહિત 6 મેચમાં માત્ર 19ની એવરેજથી 114 રન બનાવી શક્યો છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 129.54 છે અને સર્વોચ્ચ સ્કોર 41 રન છે.IPL 2022 : મુંબઈ ઈન્ડિયન્સની સતત છઠ્ઠી હાર, રોહિત શર્મા કેપ્ટનશિપની સાથે બેટથી પણ ફ્લોપ.!
રોહિત શર્મા માત્ર બેટથી જ ફ્લોપ નથી રહ્યો, તેની કેપ્ટન્સી પણ એટલી જ ઓછી રહી છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ શનિવારે લખનૌ સામેની મેચ પહેલા આ સિઝનની તમામ પાંચ મેચ હારી ગઈ હતી. આ પાંચ મેચ જોઈને એવું નહોતું લાગ્યું કે આ એ જ રોહિત શર્મા છે જેની કેપ્ટન્સીમાં ટીમે આઈપીએલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચની વાત કરીએ તો કેએલ રાહુલની ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 199 રન બનાવ્યા હતા. પરંતુ મુંબઈની ટીમ આ લક્ષ્યાંક પૂરો કરી શકી નથી અને ટીમને સતત છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો છે.
