રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઈન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું હતું. બેંગલુરુએ છેલ્લા બોલે રોમાંચક વિજય મેળવ્યો હતો. આ જીતે RCBને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચાડ્યું, જેનાથી તે પ્લેઓફની નજીક પહોંચી ગયું હતું.  કૃણાલ પંડ્યાની મેચવિનિંગ 73 રનની ઇનિંગે બેંગલુરુની જીતમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો. આ મેચ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.  

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને છેલ્લી બે ઓવરમાં 18 રનની જરૂર હતી. જસપ્રીત બુમરાહે 19મી ઓવરમાં માત્ર 3 રન આપ્યા, જેનાથી મેચ મુંબઈના પક્ષમાં થઈ ગઈ. રાજ બાવા અંતિમ ઓવર ફેંકવા આવ્યો. જીત માટે તેને 15 રનનો બચાવ કરવાની જરૂર હતી. પહેલો બોલ વાઈડ અને બીજો નો-બોલ હતો અને મુંબઈ માટે બધું ખરાબ ચાલી રહ્યું હતું. રોમારિયો શેફર્ડ ફ્રી-હિટ પર મોટો શોટ ફટકારવામાં નિષ્ફળ ગયો અને માત્ર એક જ રન કરી શક્યો. રાજ બાવાએ વાઈડ બોલ ફેંક્યો.બીજો ઓફિશિયલ બોલ વાઈડ હતો અને પછી ત્રીજા બોલ પર શેફર્ડ આઉટ થયો. મેચ મુંબઈના પક્ષમાં થઈ ગઈ હતી. રાજ બાવાએ બીજી ભૂલ કરી અને વાઈડ બોલ ફેંક્યો. શેફર્ડના આઉટ થવાથી RCBની જીતની આશાઓ પર પાણી ફરી વળ્યું, પરંતુ ભુવનેશ્વર કુમારે છગ્ગો ફટકારતા તે આશાઓ ફરી જીવંત થઈ ગઈ. પરિસ્થિતિ એવી હતી કે RCBને જીતવા માટે એક બોલ પર બે રનની જરૂર હતી. સુપર ઓવરની શક્યતા ખૂબ જ હતી અને યુવા ખેલાડી રસિક ડાર સામે હતો. રસિક દારે છેલ્લા બોલ પર બે રન કરીને આરસીબીને જીત અપાવી હતી