IPL રણવીરસિંહને ૧૫ મિનિટના ડાન્સ માટે રૃ. ૫ કરોડ ચૂકવાશે

New Update
IPL રણવીરસિંહને ૧૫ મિનિટના ડાન્સ માટે રૃ. ૫ કરોડ ચૂકવાશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ-૧૧ની ઓપનિંગ સેરેમની ૭ એપ્રિલે યોજાવાની છે. જેમાં પરિણીતી ચોપરા, રણવીર સિંહ, વરૃણ ધવન, જેક્વેલિન ફર્નાન્ડિઝ જેવા બોલિવૂડના યુવા સ્ટાર પર્ફોમ કરવાના છે.

રણવીરસિંહ

મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે યોજાનારી આ હાઇપ્રોફાઇલ ઓપનિંગ સેરેમનીમાં ૧૫ મિનિટનો ડાન્સ કરવા માટે રણવીર સિંહને રૃપિયા ૫ કરોડ ચૂકવવામાં આવશે. રણવીર સિંહનો 'પદ્માવત્' ફિલ્મ બાદ સિતારો બુલંદી પર છે. હાલમાં તે ગલી બોય, ૧૯૮૩ અને સિમ્બા ફિલ્મમાં કામ કરી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આઇપીએલના આયોજકો તેની લોકપ્રિયતા જોઇને રણવીર સિંહને કોઇપણ કિંમત ચૂકવવા માટે તૈયાર હતા. સીઓએ દ્વારા આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલને ઉદ્ઘાટન પાછળ માત્ર રૃ. ૨૦ કરોડનો ખર્ચ ચૂકવવા મંજૂરી આપી છે.

Latest Stories