રામ જન્મભૂમિની ઉપાસના માટે પહેલું આમંત્રણ ઇકબાલ અન્સારીને મળ્યું, અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષકાર હતા

New Update
રામ જન્મભૂમિની ઉપાસના માટે પહેલું આમંત્રણ ઇકબાલ અન્સારીને મળ્યું, અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષકાર હતા

ઇકબાલ અન્સારી સાથેની મુસ્લિમ પાર્ટી હાજી મહેબૂબને પણ આમંત્રણ મળ્યું છે.

ઇકબાલ અન્સારીએ કહ્યું કે તેઓ ચોક્કસપણે આ કાર્યક્રમમાં હાજરી આપશે.

અયોધ્યામાં રામ જન્મભૂમિ પૂજા માટેની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે અને આ માટે મહાનુભાવોને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યા છે. આ પૂજા માટેનું પહેલું આમંત્રણ અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષકાર ઇકબાલ અન્સારીને મોકલવામાં આવ્યું છે. આ નિમંત્રણ તેમને રામ મંદિર ટ્રસ્ટના મહંત ચંપત રાય દ્વારા મોકલવામાં આવ્યું છે.

ઇકબાલ અન્સારી સાથે મુસ્લિમ પક્ષકાર રહી ચૂકેલા હાજી મહેબૂબને પણ આમંત્રણ મળ્યું છે. અને લાવરીશ મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરનાર પદ્મશ્રી મહંમદ શરીફને પણ આમંત્રણ અપાયું છે.

ઇકબાલ અન્સારીએ શું કહ્યું?

ઇકબાલ અન્સારીએ કહ્યું કે રામ જન્મભૂમિ પૂજનનું આમંત્રણ મળતાં તેઓ ખુશ છે અને તેઓ ચોક્કસપણે આ કાર્યક્રમમાં સામેલ થશે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે રામલાલાના ભવ્ય મંદિર માટે આ સ્થાન આપ્યું છે અને હવે તેમાં કોઈ વિવાદ નથી. ઇકબાલ અન્સારીએ એમ પણ કહ્યું હતું કે તેઓ હંમેશા સાધુ-સંતોની વચ્ચે રહ્યા છે અને તેમને રામ પ્રત્યે ખૂબ માન છે.

ઇકબાલ અન્સારીએ એમ પણ કહ્યું કે કદાચ ભગવાન રામની ઇચ્છા હતી કે તેમના મંદિર માટે થનારા ભૂમિપૂજનનું પહેલું આમંત્રણ તેઓને મળે, હું તેનો સ્વીકાર કરું છુ.

આજથી ભૂમિપૂજન કાર્યક્રમનો પ્રારંભ થયો

5 ઓગસ્ટે યોજાનારા રામ મંદિર ભૂમિપૂજનની તૈયારીઓની સ્થિતિ જાણવા સીએમ યોગી આજે અયોધ્યાની મુલાકાત લેશે. જણાવી દઈએ કે આજથી અયોધ્યામાં ગણપતિની પૂજા સાથે, ભૂમિપૂજન કાર્યક્રમ પણ શરૂ થઈ ગયો છે. આજે સવારે 9 વાગ્યે ગણપતિ પૂજા શરૂ થઈ છે જે 1 વાગ્યા સુધી ચાલશે, જેમાં વિઘ્નહર્તા ગણેશજીની પૂજા-અર્ચના કરીને શુભ કાર્યની શરૂઆત કરવામાં આવી છે અને 21 પૂજારી તેમાં ભાગ લઈ રહ્યા છે. આ પછી, મંગળવારે એટલે કે આવતીકાલે રામચર્ય પૂજા થશે.

5 ઓગષ્ટે ભવ્ય ભૂમિપૂજન કાર્યક્રમ

5 ઓગષ્ટ બુધવારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના શિલાન્યાસનો ભૂમિપૂજન કાર્યક્રમ થવાનો છે. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિ પૂજન કરવા આવશે. આ કાર્યક્રમમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અન્ય ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Latest Stories