ISIS સામેના નિર્ણાયક યુદ્ધમાં મોસુલમાં ફસાયો બગદાદી

New Update
ISIS સામેના નિર્ણાયક યુદ્ધમાં મોસુલમાં ફસાયો બગદાદી

કટ્ટરવાદી સંગઠન આઇએસઆઇએસ વિરુદ્ધ નિર્ણાયક યુદ્ધની શરૂઆત થઇ ગઇ છે. ઇસ્લામિક સ્ટેટના ગઢ ગણાતા મોસુલમાં પશ્ચિમી સેનાઓ સાથે ઇરાકી અને કુર્દીશ બળો પણ ઘુસી ચૂક્યા છે.

મોસુલમાં આઇએસઆઇએસ સામેના યુદ્ધને ખૂબ જ મહત્વનું ગણવામાં આવી રહ્યું છે. મોસુલના લોકોના જણાવ્યા મુજબ આતંકીઓ તેમનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. બધી બાજુથી ઘેરાઇ ગયેલા આતંકીઓ સ્થાનિકોને ત્યાંથી ભાગતા અટકાવી રહ્યા છે. અમેરિકન અધિકારીઓનું માનવું છે કે યુદ્ધના અંતિમ તબક્કે આતંકીઓ રાસાયણિક હથિયારોનો પણ ઉપયોગ કરી શકે છે.

રિપોર્ટસના જણાવ્યા મુજબ આઇએસઆઇએસનો વડો અબુ બકર અલ બગદાદી પણ તેના સેંકડો કમાન્ડરો સાથે મોસુલમાં ફસાયેલો છે.

મોસુલમાં 5 થી 8 હજાર જેટલા આતંકીઓ અને 10 લાખ જેટલા લોકો ફસાયેલા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના નેતૃત્વમાં 60 દેશો તરફથી જમીન અને હવાઇ સ્તરના હુમલાઓ માટે મદદ મળી રહી છે.

Latest Stories