ભરૂચઃ આ છે ભૂલભૂલૈયાનાં ગણેશજી, શ્રીજીના દર્શન માટે ભક્તોએ કરવું પડે છે આવું.

New Update
ભરૂચઃ આ છે ભૂલભૂલૈયાનાં ગણેશજી, શ્રીજીના દર્શન માટે ભક્તોએ કરવું પડે છે આવું.

ભરૂચ શહેર અને જિલ્લામાં હાલ ગણેશ ઉત્સવ અંતિમ તબક્કા તરફ પ્રયાણ કરી રહ્યો છે. ત્યારે ભરૂચ શહેર ની અપનાઘર સોસાયટી ની બાજુમાં આવેલી જલારામધામ સોસાયટીમાં યુવક મંડળ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

ભૂલ ભુલૈયાની થીમ ઉપર બનાવેલા ગણેશ પંડાલની મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઈ રહ્યા છે. અહીં દર્શનાર્થે આવતા લોકોને ખાસ પ્રકારે બનાવેલી ભૂલભૂલૈયા ગલીમાંથી પસાર થવું પડે છે. ગણેશજીનાં દર્શન કરવા તમામ ભક્તોએ આ ભૂલ ભૂલૈયા સ્ટ્રીટમાંથી પરાસ થવું ફરજીયાત છે.

Latest Stories