/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-13.jpg)
જામનગર લોકસભા બેઠક ના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે આજે લોકસભા ચૂંટણી 2019 માટે નું ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું હતું. આ તકે સવારે જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય નું ઉદ્ઘાટન કર્યા બાદ ઓશવાલ સેન્ટર ખાતે વિરાટ વિજય વિશ્વાસ સંમેલન ને પૂનમબેન દ્વારા સંબોધયા બાદ વિશાળ રેલી યોજી જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું.
જામનગર લોકસભા બેઠક ના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર પૂનમબેન માડમ તેમની ઉમેદવારી નોધાવવાના હોવાથી ઓશવાલ સેન્ટર માં ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. જેમાં અંદાજે દસેક હજાર ની જનમેદની ઉમટી પડી હતી. આ સંમેલન માં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયા, જિલ્લા પ્રભારી મંત્રી રમણભાઈ વોરા કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ રાજ્યકક્ષા ના મંત્રી ધર્મેન્દ્રસિંહય જાડેજા તેમજ બને જિલ્લા ના ભાજપ પ્રમુખો, શહેર પ્રમુખ , પૂર્વા ધારાસભ્યોએ પૂર્વ મેયરો મેયર હસમુખ જેઠવા ઉપસ્થિત રહ્યા હતા.
આ સંમેલન પૂર્ણ થયા પછી ત્યાંથી રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરી એ પહોંચી ને ઉમેદવાર પૂનમબેન માડમ એ તેમના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા તેમજ સંમેલન ,માં દેવભૂમિ દ્વારકા જિલ્લા ના કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લાપંચાયત ના ઈંચર પ્રમુખ પી.એસ.જાડેજા, જેતૂબેન સોનગરા સહિત ના અનેક આગેવાનો એ જીતુભાઈ વાઘાણી ના હસ્તે ખેસ ધારણ કરી ભાજપ માં પ્રવેશ કર્યો હતો.