જમ્મુ કાશ્મીર : અનંતનાગમાં સીઆરપીએફના કાફલા પર આતંકીઓએ ગ્રેનેડથી કર્યો હુમલો, એક જવાન ઈજાગ્રસ્ત

New Update
જમ્મુ કાશ્મીર : અનંતનાગમાં સીઆરપીએફના કાફલા પર આતંકીઓએ ગ્રેનેડથી કર્યો હુમલો, એક જવાન ઈજાગ્રસ્ત

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સીઆરપીએફના કાફલા પર આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો છે. આ હુમલામાં સીઆરપીએફનો એક જવાન ઈજાગ્રસ્ત થયો છે. આ હુમલામાં એક દુકાનદાર પણ ઈજાગ્રસ્ત થયા હોવાની સૂચના છે. અનંતનાગના અચબલના મુખ્ય બસ સ્ટોપ પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો. અહીં પર સીઆરપીએફ પેટ્રોલિંગની પાર્ટી તૈનાત છે. ગ્રેનેડ રસ્તા પર જઈ ફાટ્યો જેમાં એક સીઆરપીએફનો જવાન ઈજાગ્રસ્ત થયો છે.

ઘાયલ સીઆરપીએફના જવાન અને દુકાનદારને અચબલની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, અહીં તેમની સારવાર ચાલી રહી છે. બંનેની હાલત સ્થિર છે. બંનેમાંથી કોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત નથી.

આતંકી ગ્રેનેડ ફેંકી ભાગવામાં સફળ થયા છે. આ વિસ્તારને ઘેરી તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હુમલાવરોની વિરૂદ્ધમાં હાલ કોઈ જાણકારી નથી મળી. આ હુમલાબાદ તાત્કાલિક અહીં વધારે સુરક્ષાદળોને બોલાવવામાં આવ્યા છે.

Latest Stories