/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/15170450/NN.jpg)
જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી
દ્વારા રન ફોર આયુર્વેદનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયર અને મ્યુનિસિપલ
કમિશનરના હસ્તે દોડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ દોડમાં વહેલી સવારે ખૂબ બહોળી
સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો અને સ્વાસ્થ્ય દોડ દોડ્યા હતા.
જામનગરની
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અને આયુષ મંત્રાલય દ્વારા 4th
આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે “રન ફોર આયુર્વેદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
હતું. પ્રધાન મંત્રી નરેન્દ્રમોદી દ્વારા આયુષ મંત્રાલયની રચના કરાયા બાદ દર વર્ષે
આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે સ્વસ્થ સ્વાસ્થ્ય માટે રન ફોર
આયુર્વેદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આજે ગુજરાત આયુર્વેદ
યુનિવર્સિટીના ધન્વંતરિ મેદાન ખાતેથી વહેલી સવારે અંદાજે 2000થી વધુ શહેરીજનો દોડ્યા હતા. મેયર હસમુખ
જેઠવા, મ્યુનિસિપલ કમિશનર સતિશ પટેલ અને
આયુર્વેદ યુનિવર્સિટીના કુલ સચિવ દ્વારા દોડને ઝંડી આપી પ્રારંભ કરાવી હતી. આ 5 કિલોમીટરની દોડ શહેરના મુખ્ય માર્ગ
ધન્વંતરિ મેદાનથી શરૂ થઈ સાત રસ્તા, સર્કલ, ટાઉનહોલ અને ફરીથી ધન્વંતરિ મેદાન ખાતે
પૂર્ણ કરવામાં આવી હતી.