જામનગર : સોયલ ટોલ નાકા ખાતે LPG ગેસ ભરેલા ટેન્કરે મારી પલટી, ફાયર વિભાગ દોડ્યું

New Update
જામનગર : સોયલ ટોલ નાકા ખાતે LPG ગેસ ભરેલા ટેન્કરે મારી પલટી, ફાયર વિભાગ દોડ્યું

જામનગર જિલ્લાના ધ્રોલ નજીક આવેલા સોયલ ટોલ નાકા નજીક LPG ગેસ ભરેલું ટેન્કર એકાએક પલટી મારી જતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

publive-image

મળતી માહિતી અનુસાર, જામનગરના ધ્રોલ નજીક આવેલ સોયલ ટોલ નાકા ખાતે LPG ગેસ ભરેલ ટેન્કરના ચાલકનો સ્ટિયરિંગ પર કાબુ ન રહેતા ટેન્કર એકાએક પલટી મારી ગયું હતું. જેના કારણે રોડ પરના વાહન વ્યવહારને ભારે અસર પહોંચી હતી. બનાવની જાણ થતાં જ જામનગર ફાયર વિભાગના ફાયર ફાઇટરોની ટુકડી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

જામનગર-રાજકોટ હાઇવે પર અવારનવાર ગેસ ભરેલા ટેન્કર પલટી મારી જવાના બનાવો બન્યા કરે છે, ત્યારે સોયલ ટોલ નાકા ખાતે સર્જાયેલ અકસ્માતના કારણે ટેન્કર ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. જોકે અકસ્માતના પગલે ભારે ટ્રાફિક જામ થતાં અનેક વાહનચાલકો અટવાયા હતા.

Latest Stories