/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/23094540/maxresdefault-343.jpg)
જામનગરમાં ૩૦૦થી વધુ
શિવ મંદિરો હોવાથી છોટી કાશીનું બિરુદ મળેલ હોય ત્યારે રાજ્ય કક્ષાના
મંત્રી અને શિવભક્ત ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા ભગવાન શિવની આરાધના સાથે સંગીત સંધ્યાનું
આયોજન કરવામાં આવ્યું હતું. "મેરા
ભોલા હે ભંડારી" ગીતના ગાયક બાબા હંસરાજ રઘુવંશી દ્વારા ભગવાન શિવના સુંદર ગીતો રજૂ કરાયા હતા. ઘણા વર્ષો પછી
સુંદર આયોજન માણતા જામનગરની જનતા માટે આ કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો.
જામનગરની ધર્મપ્રેમી
જનતા માટે શિવજીની આરાધના કરવા માટે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે
સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના આયોજક મંત્રી
ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આ તકે જણાવ્યું હતું કે, જામનગરને છોટી કાશી તરીકેનું બિરુદ
મળ્યું છે, ત્યારે
શિવભક્તોએ આ કાર્યક્રમનો ભરપૂર આનંદ માણ્યો હતો. જામનગરની જનતા આ કાર્યક્રમનો લાભ
લઇ શકે તે માટે મફતમાં પાસ વિતરણ કરાયા હતા. ગાયક કલાકાર બાબા હંસરાજ રઘુવંશી
ભોલેનાથના ગીતો માટે પ્રખ્યાત હોય ત્યારે જામનગર આખું તેમના ગીતો પર શિવમય બન્યું હતું.
જામનગર ખાતે બાબા
હંસરાજ રઘુવંશી ચંદીગઢથી તેમની સમગ્ર ટીમ સાથે આવ્યા હતા. બાબા હંસરાજ
રઘુવંશી “મેરા
ભોલા હે ભંડારી”થી
યુવાનોમાં ખૂબ લોકપ્રિય થયા છે, ત્યારે સમગ્ર કાર્યક્રમ જામનગરની જનતા માટે યાદગાર રહ્યો હશે
તેમ જણાવતા બાબા
હંસરાજ રઘુવંશીએ જણાવ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હોય તે વાત
એ દર્શાવે છે
કે, આજનો
યુવાન વેસ્ટર્ન કલ્ચર તરફ વળવા નથી માંગતો. આજની પેઢી ભારતીય
સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને વળગી રહ્યો છે. બસ જરૂર છે એવા પ્રયાસની કે યુવાનોને
આવી સુંદર ઇવેન્ટ આપી તેમને વધુ આકર્ષિત કરવાની.