/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/31115615/maxresdefault-158.jpg)
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી એનડીએ સરકારને સાત વર્ષ પુર્ણ થયાં છે ત્યારે હાલ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી ભાજપે સમગ્ર ઉજવણીમાં કોરોનાને કેન્દ્ર સ્થાને રાખી છે. જામનગરમાં ભાજપ તરફથી રકતદાન શિબિર યોજવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારને સાત વર્ષ પૂર્ણ થતાં જામનગર શહેર ભાજપ તરફથી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી હતી. કોરોનાની મહામારી ચાલી રહી હોવાથી ભાજપના દરેક યુનિટને કોરાનાને લગતાં કાર્યક્રમો યોજવા માટે જ મોવડીમંડળ તરફથી સુચના આપવામાં આવી હતી. જામનગરની વિશ્વકર્માની વાડી ખાતે યોજાયેલી રકતદાન શિબિરમાં કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ, રાજયમંત્રી ધર્મેન્દરસિંહ જાડેજા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરોએ રકતદાન કર્યું હતું.
આગામી પાંચ તારીખ સુધી તમામ વોર્ડ માં બ્લડ ડોનેશન કેમ્પ અને આનેક સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવનાર છે. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે જરૂરીયાતમંદોને સરળતાથી લોહી મળી રહે તે માટે આ કેમ્પનું આયોજન કરાયું હતું.