/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/17115936/maxresdefault-216.jpg)
જામનગર શહેર કોંગ્રેસ દ્વારા શહેરના જીવાદોરી સાસોઈ ડેમ ખાતે જનતારેડ કરી સાસોઈ ડેમના ગંદા પાણીની ચકાસણી કરી હતી. કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી ડેમમાંથી પાણી વિતરણ બંધ કરવામાં આવ્યું હતું.
જામનગર શહેરના જુદા જુદા કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી દુષિત પાણીની ફરિયાદ ઉઠી હતી. કેટલાક નગરસેવકોએ કમિશ્નરને તો કેટલાક નગરસેવકોએ મેયરને ગંદા પાણીની બોટલો આપીને રજૂઆત કરી હતી. પણ કોઈ નિવેડો ન આવતા આજે મનપાના વિપક્ષના કોર્પોરેટરો અલ્તાફ ખફીની આગેવાનીમાં જ્યાંથી શહેરને પાણી પૂરું પાડતો એક સ્ત્રોત સસોઈ ડેમ છે તેની મુલાકાત લીધી હતી.
અલ્તાફ ખફીએ સાસોઈ ડેમનું પાણી પીવાલાયક નહીં હોવાનો આક્ષેપ કર્યો હતો અને સ્થળ પરથી કમિશ્નર સહિતના અધિકારીઓને આ અંગે વાફેફ કરી અને સસોઈ ડેમમાંનું પાણી શુદ્ધ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી. અને વધુમાં જ્યાં સુધી સસોઈ ડેમનું પાણી શુદ્ધના થાય ત્યાં સુધી પાણી વિતરણ સ્થગિત રાખવાની પણ રજૂઆત કરાઇ હતી. કમિશ્નરને ટેલીફોનીક રજૂઆત કરવામાં આવતા કમિશનરે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું જણાવ્યુ હતું. જો કે આ બાબતે યોગ્ય ઉકેલના આવે તો લોકહિતમાં આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.