જામનગર: લાલપુર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

New Update
જામનગર: લાલપુર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

જામનગર જિલ્લામાં ધરતી અવારનવાર સળવળાટ કરી રહી

છે, જેના ભાગરૂપે આજે ફરીથી લાલપુર પંથકમાં ધરતીમાં હલચલ જોવા

મળી. આજ રોજ અગિયાર વાગ્યાના અરસામાં જામનગર શહેર તેમજ લાલપુર પંથકમાં  ૩.૦ રિક્ટર સ્કેલની તીવ્રતા વાળો ભૂકંપનો આંચકો

અનુભવાયો હતો. જેથી લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે માસથી ધરતીમાં

હલચલ વધી રહી છે. અનેક વખત ભૂકંપના હળવા આંચકાઓનો અનુભવ થઈ રહ્યો છે. દરમિયાન આજે

સવારે ૧૧:૦૧ મિનિટે ૩.૦ તીવ્રતાવાળો ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો.જેના કારણે

જામનગર શહેર તેમજ લાલપુર પંથકમાં લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. જામનગર

જિલ્લા કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ

જામનગર થી ૨૬ કિ.મી દુર લાલપુર તરફ નોંધાયું છે. જોકે આંચકા ને લઈને કોઈ જાનમાલની

નુકસાનીના અહેવાલો મળ્યા નથી. પરંતુ લોકો ભયભીત બન્યા છે.

Latest Stories