જામનગર : હાપા સ્ટેશનથી ઓક્સિજનનો જથ્થો સ્પેશિયલ ટ્રેન મારફતે મહારાષ્ટ્ર રવાના

New Update
જામનગર : હાપા સ્ટેશનથી ઓક્સિજનનો જથ્થો સ્પેશિયલ ટ્રેન મારફતે મહારાષ્ટ્ર રવાના

રાજ્ય અને દેશમાં કોરોનાની મહામારીમાં સૌથી વધુ જરૂરિયાત ઓક્સિજનની ઉભી થઇ છે ત્યારે આ કપરી અને ગંભીર સ્થિતિમાં જામનગર નજીક આવેલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી ગુજરાત અને મહારાષ્ટ્રને ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. રિલાયન્સ દ્વારા જામનગરના હાપા રેલવે સ્ટેશનથી ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા 3 ટેન્કર મહારાષ્ટ્રના કાલમ્બોલી ખાતે રવાના કરવામાં આવ્યા હતા.

ઓક્સિજનના ત્રણ ટેન્કર હાપાથી કે.એલ.એમ.જી. ઓક્સિજન સ્પેશિયલ ટ્રેન મારફતે મોકલવામાં આવ્યા છે. આ ખાસ ટ્રેન રવિવારના રોજ હાપા સ્ટેશનથી સાંજે 6:05 કલાકે ઉપડી અંદાજે 24 કલાકમાં મહારાષ્ટ્ર પહોંચશે. આના માટે ખાસ ગ્રીન કોરિડોર બનવવામાં આવ્યા છે અને 3 ટેન્કર દ્વારા આ ઓક્સિજનનો જથ્થો મહારાષ્ટ્ર પોહ્ચસે આમ રિલાયન્સ દ્વારા તત્કાલ આ ઓક્સિજન પોંહચાડવામાં આવી રહ્યો છે. ઓક્સિજન સ્પેશિયલ ટ્રેન ગ્રીન કોરિડોરમાં દોડાવવામાં આવશે એટલે કે, આ ટ્રેન એકપણ સ્થળે રોકાશે નહીં. આ ટ્રેનને અન્ય પેસેન્જર ટ્રેન કરતા પ્રાથમિકતા આપવામાં આવશે. જ્યાથી આ ઓક્સિજન ટ્રેન પસાર થવાની છે ત્યાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આમ પ્રતિદિવસ આ ઓક્સિજન ટ્રેન દ્વારા જથ્થો સપ્લાય કરવામાં આવશે.