/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/13143126/vlcsnap-2021-05-13-13h35m47s446.jpg)
જામનગર શહેરના જૈન સમાજ દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સૌરાષ્ટ્રભરમાં કોરોનાના દર્દીઓ માટે ઑક્સીજન કોન્સેન્ટ્રેટર મશીન આપવાનું સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં કોઈપણ કોરોનાના દર્દીને ઑક્સીજન મશીનની જરૂર હોય તે દર્દીનુ આધારકાર્ડ બતાવી ઑક્સીજન મશીન મેળવી શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે.
જામનગરમાં પરમ ગુરુદેવ શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી પરમ યુવા સેવા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે જામનગરની દિપક ટોકીઝ નજીક આવેલ પારસધામ દ્વારા સૌરાષ્ટ્રભરના કોરોનાના દર્દીઓ માટે ઑક્સીજન કોન્સેન્ટ્રેટર મશીન સહાયરૂપે આપવાની શરૂઆત કરવાં આવી છે. પારસધામ દ્વારા જામનગરમાં જે કોઈપણ કોરોના દર્દીને ઑક્સીજન કોન્સેન્ટ્રેટર મશીનની જરૂરિયાત હોય તેવા દર્દીનું આધારકાર્ડ આપી રીફન્ડેબલ રકમ જમા કરાવી મશીન મેળવી શકે છે.
જોકે, મશીન પરત કર્યા બાદ સંસ્થા દ્વારા આ રીફન્ડેબલ રકમ પરત આપી દેવામાં આવે છે. પારસધામ ટ્રસ્ટને ફાલ્ગુની પાર્લા મુંબઈવાળા તરફથી 10 નંગ ઑક્સીજન કોન્સેન્ટ્રેટર મશીન આપવામાં આવ્યા છે, ત્યારે કોરોનાના દર્દીઓ માટે હાલ આ સુવિધા એક આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.