જામનગર : હાથરસની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં જામનગરમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મ

New Update
જામનગર : હાથરસની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં જામનગરમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મ

ઉત્તર પ્રદેશના હાથરસ માં બનેલી ઘટનાનો સમગ્ર દેશમાં વિરોધ થઇ રહ્યો છે. યુવતી સાથે બનેલી  ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. એક તરફ મહિલા ને સમાન અધિકારની વાતો  થઇ રહી છે તો બીજી તરફ દેશના અનેક વિસ્તારોમાં મહિલાઓ ઉપર અત્યાચારની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી.છોટી કાશી તરીકે પ્રખ્યાત જામનગર શહેરમાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવતા અરેરાટી ફેલાય ગઈ છે.

જામનગર શહેરના યાદવનગર વિસ્તારમાં રહેતી સગીરાને ૪ શખ્સોએ ઘેનની ગોળીઓ  ખવડાવી સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે જયારે આ ઘટનાની જાણ થતાં જામનગર જીલ્લા પોલીસ ની ટીમો કાર્યરત થઇ ગઈ હતી અને  દુષ્કર્મમાં સંડોવાયેલાં ચાર આરોપીઓ ને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.  ચાર પેકી ૩ આરોપીઓ ને ઝડપી લેવામાં આવ્યા છે જયારે ફરાર થઇ ગયેલાં અન્ય એક આરોપીને ઝડપી પાડવાની કવાયત ચાલી રહી છે. જામનગરના સાંસદ પૂનમબેન માડમએ આ જઘન્ય અપરાધ કરનારાઓ સામે દાખલારૂપ પગલા લઇ આવી ઘટનાઓ ન બને તે દિશામા કડક પગલાઓની ભલામણ સાથે તંત્રને રજુઆત કરી છે.

Latest Stories