/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/06/08143153/maxresdefault-79.jpg)
5 દીકરીઓનું પોસ્ટમાં ખોલાવ્યું બચત ખાતું
ઇંડિયન ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્રસિંહ જાડેજા અને તેમના પત્ની રિવાબા જાડેજા દ્વારા પુત્રી નિધ્યાનાના જન્મદિવસની અનોખી રીતે સેવાયજ્ઞ કરી ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેરના 5 જરૂરિયાતમંદ પરિવારની 5 પુત્રીઓનું પોસ્ટમાં બચત ખાતું ખોલાવી તેમના ખાતામાં પુત્રીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે રૂપિયા 10-10 હજારની સહાય રકમ જમા કરવામાં આવી હતી.
ઇંડિયન ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા અને પત્ની રિવાબા જાડેજાના પુત્રી નિધ્યાનાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. રવિન્દ્રસિંહ અને રિવાબા દ્વારા પુત્રી નિધ્યાનાના જન્મદિવસે જામનગર શહેરના જરૂરિયાતમંદ પરિવારની 5 પુત્રીઓને શહેરના પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવી આપવામાં આવ્યું છે.
આ પાંચેય પુત્રીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે રિવાબા દ્વારા દરેક પુત્રીઓના ખાતામાં 10-10 હજારની રકમ જમા કરવામાં આવી હતી, ત્યારે લોકોને પણ પોતાનો જન્મદિવસ કે, શુભ પ્રસંગે આ જ રીતે જરૂરિયાતમંદ લોકોને મદદ કરી વિશિષ્ટ રીતે ઉજવણી કરવા માટે અપીલ કરવામાં આવી છે.