/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/10141737/ggggg.jpg)
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ઠંડીની શરૂઆતની સાથે સાથે જ તસ્કર
ટોળકીઓ સક્રિય બની છે, ત્યારે જામનગર જિલ્લાના
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર નાઘેડી ગામ નજીક આવેલી માધવ ગ્રીન સોસાયટીમાં ચોરી
થવાનો બનાવ બનવા પામ્યો હતો.
મળતી માહિતી અનુસાર, માધવ ગ્રીન સોસાયટીના 3 જેટલા મકાનોને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. તસ્કરો બંધ મકાનમાંથી
પરચુરણ, રોકડ રકમ સહિત સોના-ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરી
પલાયન થઈ ગયા હતા. ચોરીના બનાવની જાણ પંચકોશી બી' ડિવિઝન
પોલીસને થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો
હતો. પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા માટે ગુન્હાશોધક શ્વાન તેમજ ફોરેન્સિક નિષ્ણાંતની
મદદ પણ લેવામાં આવી રહી છે. રાત્રિના સમયે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવતા પોલીસ
દ્વારા શહેરમાં નાઇટ પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે.