જામનગર: વકીલોએ રેલી યોજી આવેદન પાઠવી એડવોકેટ પ્રોટેકશન એકટની કરી માંગ

જામનગર: વકીલોએ રેલી યોજી આવેદન પાઠવી એડવોકેટ પ્રોટેકશન એકટની કરી માંગ
New Update

જામનગરના એડવોકેટ કલ્પેશ ફલીયા પર ખૂની હુમલા પ્રકરણમાં બાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું .વકીલોએ બાઇક રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બનાવવાની વકીલોએ કરી માંગ કરી હતી .

જામનગર માં વકીલ પર થયેલા જીવલેણ હુમલા બાદ તેમજ જામનગરમાં છેલ્લા એક વર્ષમાં ચાર જેટલા એડવોકેટ પર જીવલેણ હુમલા થયા છે અને એડવોકેટ કિરીટ જોશીની હત્યા બાદ જામનગરમાં સતત વકીલો પર હુમલા થતા જોવા મળી રહ્યા છે.

જોકે એડવોકેટ કિરીટ જોશીના હત્યારા હજુ સુધી પોલીસ પકડથી દૂર છે.ત્યારે જામનગર બાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને બાઇક રેલી યોજી આવેદનપત્ર આપી એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ કરી હતી મોટી સંખ્યામાં વકીલો બાઇક રેલીમાં જોડાયા હતા.આ બાઇક રેલી જામનગર કોર્ટ સંકુલથી શરૂ થઈ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી હતી.તેમજ જામનગરમાં વકીલો પર થતા હુમલા ના પગલે વકીલોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો તેમાંય કિરીટ જોશીની હત્યા બાદ અવારનવાર વકીલો હુમલાનો ભોગ બની રહ્યા છે.

Here are a few more articles:
Read the Next Article