/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/30151909/0f7406da-a380-4f2c-a89d-8088ca538af8.jpg)
રાજકોટ જિલ્લાના જેતપુરમાં દારૂના નશાના બંધાણી એવા બે ભાઇઓ વચ્ચે થયેલાં ઝગડાનું લોહીયાળ પરિણામ આવ્યું છે. મોટાભાઇએ નાનાભાઇને છાતીમાં કાતર મારી મોતને ઘાટ ઉતારી દીધો છે.
Watch Video : https://fb.watch/4yFs3W4iQT/
જેતપુરના હાર્દ સમા સ્ટેન્ડ ચોક વિસ્તાર વિસ્તારમાં વર્ષોથી ફૂલોનો વ્યવસાય કરતા કાસમભાઈ શેખના પુત્રો સિકંદર અને હારુન વચ્ચે ઘણા સમયથી સામાન્ય માથાકૂટ થતી રહેતી. આ માથાકૂટને કારણે તેમના પિતાએ નાના પુત્રને થોડો સમય બહારગામ પણ મોકલી દીધો હતો. થોડો સમય બહારગામ રહી તે ફરી અહીં પરત આવી ગયો હતો. નશા તેમજ મારામારીના આદિ આ બંને ભાઈઓ વચ્ચે ફરી નાની તકરાર થતી રહેતી જેથી તેઓના પિતા બંનેથી કંટાળી ગયા હતાં.પોલીસને પુત્રોને પકડવા માટે સામેથી ફોન પણ કરતા અને પોલીસે પણ બંને ભાઈઓ ઉપર મારામારી, પ્રોહીબિશનના અનેક ગુન્હાઓ નોંધ્યા હતાં.
હોળી ના દિવસે સાંજના સમયે સ્ટેન્ડ ચોક વિસ્તાર કે જ્યાં ફૂલોની બઝાર આવેલ છે ત્યાં તેમના વ્યવસાય પર જ બંને ભાઈઓ વચ્ચે માથાકૂટ થઈ જેમાં ફૂલોના હારના દોરા કાપવામાં વપરાતી કાતર મોટાભાઈના હાથમાં આવી ગઈ અને બંને વચ્ચે થયેલ ઝપાઝપીમાં મોટાભાઈ સિકંદરથી નાનાભાઈ હારુનની છાતીના ભાગે એક ઘા લાગી જતા હારુનની છાતીના ભાગેથી લોહીની દંદુળી થઈ અને ત્યાં જ જમીન પર પડી તડફડવા લાગ્યો અને હોસ્પીટલે સારવાર માટે લઈ જાય ત્યાં જ તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. બનાવના પગલે જેતપુરનું ફુલ બજાર બંધ થઇ ગયું હતું. પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા મોટાભાઇની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.