ઝારખંડ વિધાનસભા : આજે 16 બેઠકો પર પાંચમા-અંતિમ તબક્કાનુ મતદાન

New Update
ઝારખંડ વિધાનસભા : આજે 16 બેઠકો પર પાંચમા-અંતિમ તબક્કાનુ મતદાન

ઝારખંડમાં આજે 16 વિધાનસભા બેઠકો પર પાંચમા અને અંતિમ તબક્કાનુ મતદાન યોજાઇ રહ્યું છે. આજે મતદાન બાદ બધી 81 બેઠકો પર મતગણતરી 23 ડિસેમ્બરે થશે.

ઝારખંડમાં આજે બોરિયા, બરહેટ, લિટીપારા, મહેશપુર, શિકારીપારા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયુ છે, અને બપોરે 3 વાગ્યા સુધી મતદાન પૂરું થઈ શકે છે. વળી, બાકી અન્ય બેઠકો પર મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઇને સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે.

રાજ્યની વિધાનસભામાં કુલ 81 બેઠકોમાંથી 65 બેઠકો પર ચાર તબક્કામાં મતદાન પુરુ થઇ ગયુ છે, જે 30 નવેમ્બરથી 16 ડિસેમ્બરની વચ્ચે થયુ હતુ. હવે મતગણતરી આગામી 23 ડિસેમ્બરે યોજાશે.

Latest Stories