ઝારખંડ: બીજા તબક્કાની ૨૦ બેઠકો પર જામશે રસાકસીનો જંગ, ભાજપ-જેએમએમના બદલાયા સમીકરણ

New Update
ઝારખંડ: બીજા તબક્કાની ૨૦ બેઠકો પર જામશે રસાકસીનો જંગ, ભાજપ-જેએમએમના બદલાયા સમીકરણ

7 ડિસેમ્બરે, ઝારખંડ વિધાનસભાની

ચૂંટણીના બીજા તબક્કાની 20 બેઠકો પર મતદાન યોજાશે. આ તબક્કો ભાજપ અને જેએમએમ માટે ખૂબ પડકારજનક માનવામાં આવે છે. ગત

ચૂંટણીમાં વિપક્ષી પાર્ટીઓ અલગ અલગ લડી તો પણ ભાજપ આ વિસ્તારમાં જેએમએમ કરતા વધારે બેઠકો જીતી શકી ન હતી. જ્યારે આ વખતે ભાજપ અને તેના સાથી પક્ષ આજસુ અલગ નસીબ અજમાવી રહ્યા છે, ત્યારે જેએમએમના

નેતૃત્વમાં વિરોધી પક્ષો એકઠા ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે, બીજા તબક્કાની ચૂંટણી

એકદમ રસપ્રદ બની રહેશે.

જણાવી દઈએ કે ઝારખંડના

બીજા તબક્કાની 20 વિધાનસભા બેઠકો પર, જ્યાં ચૂંટણી યોજાઇ રહી છે, ત્યાં ૨૦૧૪ ની ચૂંટણીમાં

ભાજપ અને જેએમએમ દ્વારા ૮-૮ બેઠકો કબજે કરવામાં આવી હતી. જ્યારે, બે બેઠકો આજસુએ

જીતી હતી અને બે બેઠકો અન્યના ખાતામાં ગઈ હતી.

ભાજપે ઘાટશીલા, પોટકા, જમશેદપુર પૂર્વ, જમશેદપુર પશ્ચિમ, ખુંટી, માંધર, સિસઈ અને સિમડેગા

બેઠકો જીતી હતી. જ્યારે, જેએમએમ સરાઇકેલા, ચાયબાસા, બરહાગોડા, માઝગાંવ, મનોહરપુર ચક્રધરપુર, ખરસાવન અને તોરપા બેઠકો જીતવામાં સફળ રહી હતી. આ ઉપરાંત, તમાડ અને

જુગસલાઈ બેઠકો આજસુના ખાતામાં ગઈ હતી અને કોલેબીરા અને જગન્નાથપુરને અન્યએ જીતી હતી.

રાજકીય સમીકરણો આ વખતે

બદલાયા છે. બીજા તબક્કાની 20 વિધાનસભા બેઠકો માટે 260 જેટલા ઉમેદવારો મેદાનમાં છે.

ભાજપના 20, કોંગ્રેસના 6, જેએમએમના 14 અને ઝારખંડ વિકાસ મોરચાના 20 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

અન્ય અગ્રણી પક્ષોમાં બસપાના 14, સીપીઆઈ અને સીપીઆઇ-એમના ત્રણ, એનસીપીના એક, તૃણમૂલ કોંગ્રેસના

પાંચ અને અપક્ષના 73 સભ્યોનો સમાવેશ થાય છે.

ભાજપ અને આજસુની

અલગ ચૂંટણીઓને કારણે ઘણી બેઠકો પર રાજકીય સમીકરણો ગડબડ

જણાઈ રહ્યા છે. આ વખતે તમાડ બેઠક પરનું ગણિત આજસુ માટે ગડબડ લાગે છે. અહીં આજસુના સિટીંગ

ધારાસભ્ય વિકાસ મુંડા બેઠક બદલ્યા બાદ જેએમએમની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.

જગન્નાથપુર બેઠક પરથી જય ભારત સમાનતા પક્ષની ગીતા કોડા જીત્યા હતા. ત્યાર બાદ તે કોંગ્રેસની ટિકિટ

પર સિંહભૂમ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને સાંસદ બની ગઈ છે.

જેએમએમએ તેના આઠ

ધારાસભ્યોમાંથી કુણાલ શાધાંગી પાર્ટી છોડી દીધી અને ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં

છે. જ્યારે ભાજપ છોડીને

જેએમએમમાં જોડાયેલા સમીર મોહંતી તેમને પડકાર આપી રહ્યા છે. જેએમએમએ ચક્રધરપુરના

ધારાસભ્ય શશી ભૂષણ સમાદ અને તોરપાના ધારાસભ્ય પૌલ સુરીનની ટિકિટ કાપી છે. જો કે, પોલ સુરીન અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા

છે. તો ધારાસભ્ય શશીભુષણ

સમાદ જેવીએમના ઉમેદવાર છે.

જમશેદપુર પશ્ચિમના

ધારાસભ્ય સરયુ રાય જમશેદપુર પૂર્વ બેઠક પરથી મુખ્ય પ્રધાન રઘુવર દાસ સામે અપક્ષ

ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ સાથે જ કોંગ્રેસે આ બેઠક પર ગૌરવ બલ્લભને ઉતારીને

હરીફાઈને રસપ્રદ બનાવી દીધી છે. આવી સ્થિતિમાં આ બેઠક રઘુવરદાસ માટે પડકાર બની ગઈ

છે.

મુખ્યમંત્રી રઘુવરદાસ, વિધાનસભા અધ્યક્ષ

દિનેશ ઉરાંવ, મંત્રી નીલકંઠસિંહ

મુંડા અને ધારાસભ્ય મેનકા સરદાર ફરી ચૂંટણી મેદાનમાં છે. જુગસલાઇથી મંત્રી રામચંદ્ર સહિસ ફરી એક વખત આજસુની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. કોલબીરા બેઠક પરથી ફરી એકવાર

કોંગ્રેસના ધારાસભ્ય નમન વિક્સલ કોંગાડી ચૂંટણી જંગમાં છે.

આવા બદલાયેલા રાજકીય સમીકરણની વચ્ચે, ભાજપ અને જેએમએમ માટે

બીજા તબક્કાની 20 બેઠકોના સંગ્રામ પર તેમની બેઠકો

બચાવવાની સાથે બેઠકો વધારવાનો

પડકાર છે. જોવું એ રહ્યું કે, બીજા તબક્કામાં કોનું પલડું ભારે પડે છે?

Latest Stories