જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ગઢાળી ગીર ગામે જંગલી ભૂંડના હુમલામાં 3 લોકોને ગંભીર ઇજા પહોચી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જુનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મેંદરડા તાલુકાના ગઢાળી ગીર ગામની સીમમાં મહિલા અને પુરુષો ખેતરમાં ખેતીકામ કરી રહ્યા હતા. તે દરમ્યાન એકાએક જંગલી ભૂંડે 3 લોકો પર હુમલો કર્યો હતો. જેમાં એક મહિલા સહિત વૃદ્ધોને જંગલી ભૂંડે બચકાં ભર્યા હતા, ત્યારે ભૂંડના હુમલામાં પરબત વઘાસિયા, વલ્લભ મહેતા અને શારદા ગોહિલને ઇજા પહોચી હતી. તમામ ઇજાગ્રસ્તોને માથા અને હાથ-પગના ભાગે ઇજા પહોચતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ગંભીર ઇજાના પગલે વધુ સારવારની જરૂરિયાત જાણતા ત્રણેય ઇજાગ્રસ્તોને જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170