/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/28123344/maxresdefault-227.jpg)
જૂનાગઢમાં રાત્રીના સમયે ભરડાવાવ પાસે યુવાનની નિર્મમ હત્યા કરી દેવાતાં શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.
જૂનાગઢના ભરડાવાવ પાસે રાત્રીના આઠેક વાગ્યા આસપાસ ડોળી એસોસિયેશનના પટેલની નિર્મમ હત્યા કરી દેવાતાં શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. હત્યાની ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા, જ્યારે એસપી, ડીવાયએસપી અને પોલીસ સ્ટાફ તરત ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
મળતી માહીતી અનુસાર, ગિરનાર ડોળી એસોસિયેશનના પ્રમુખ રમેશભાઇ બાવળિયાનો 30 વર્ષિય ભત્રીજો રાજુ ઉર્ફે લાલો નારણભાઇ બાવળિયા મંગળવારની રાતના આઠેક વાગ્યા આસપાસ બાઇક લઇ ભરડા વાવ પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે આવી ચડેલા હત્યારાઓએ રાજુ ઉર્ફે લાલોની કરપીણ હત્યા કરી નાંખી ફરાર થઇ ગયા હતા. નિર્મમ કરાયેલી હત્યાથી રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાયા હતા. મૃતક યુવાનનું માથું જ ધડથી અલગ કરી છૂંદી નાખી અત્યંત ઘાતકી રીતે હત્યા કરાઇ છે. હત્યાની ઘટના બનતાં એસપી રવિતેજા વાસમ શેટ્ટી, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તેમજ એલસીબી, એસઓજી તેમજ એ ડિવિઝન પોલીસ સ્ટાફ તરત ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટનાના સીસીટીવી ફૂટ તેજ પણ સામે આવ્યા છે ત્યારે ઘટનામાં 3 શખ્સો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે ત્યારે એક આરોપીને પોલીસે ઝડપી પડ્યો છે અને આની બે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.