જુનાગઢ : ભવનાથમાં સિંહોએ મારણ કરી મિજબાની માણી, લોકટોળાએ લાઈવ દ્રશ્યો નિહાળ્યા

New Update
જુનાગઢ : ભવનાથમાં સિંહોએ મારણ કરી મિજબાની માણી, લોકટોળાએ લાઈવ દ્રશ્યો નિહાળ્યા

જુનાગઢના ભવનાથમાં નારાયણ ધરો પાસે બે સિંહોએ રાત્રિના 10 વાગ્યાના અરસામાં મારણ કરી ભૂખ સંતોષી હતી. સિંહોના શિકારને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાને પગલે વનવિભાગની ટિમ સ્થળ પર આવી પહોંચી હતી અને મારણ હટાવી સિંહોને જંગલમાં રવાના કર્યા હતા. 

જૂનાગઢના ભવનાથમાં શનિવારની રાત્રે રજાના માહોલમાં લોકો મજા માણવા ઉમટી પડ્યા હતા, ત્યારે રાત્રે 10 વાગ્યાના અરસામાં બે સિંહોએ ભવનાથ રોડ ઉપર આવેલ નારાયણ ધરોના નાકા પાસે જ મારણ કરીને મિજબાની ઉડાવતા લોકો ઉમટી પડ્યા હતા, અને સિંહ દર્શનનો લાહવો લીધો હતો. સિંહોના શિકારની ઘટનાને લઈને વન વિભાગનો સ્ટાફ સ્થળ પર આવી પહોંચ્યો હતો. ટ્રાફિક જામ થઈ જતાં પોલીસ પણ સ્થળ પર પોહચી લોકોના ટોળાને દુર કર્યા હતા. વન વિભાગ દ્વારા મારણ જંગલમાં ખસેડી અને સિંહોને ફરી જંગલ તરફ રવાના કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે, જુનાગઢના ગીરમાં એશિયાટીક સિંહોનો વસવાટ છે. શિકારની શોધમાં સિંહો અવાર નવાર રહેણાક વિસ્તારમાં આવી મારણ કરી ભૂખ સંતોષતા હોય છે. ત્યારે ભવનાથમાં સિંહોના શિકારના દર્શનનો લોકોએ લ્હાવો લીધો હતો.  

Latest Stories