/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/19162117/maxresdefault-249.jpg)
જુનાગઢ મહાનગર પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે પુછેલાં પ્રશ્નોનો અધિકારીઓ તથા પદાધિકારીઓએ યોગ્ય જવાબ નહિ આપતાં તેમણે સ્ટેજ પર દોડી જઇ ભારે હંગામો મચાવ્યો હતો.
શિયાળાની હાજા ગગડાવતી ઠંડી વચ્ચે જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ગરમાવો જોવા મળ્યો હતો. કોંગી કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ અનેક પ્રશ્નો અંગે બોર્ડમાં રજુઆત કરી હતી. સત્તાધીશોએ તેમની રજુઆતોને ધ્યાને નહિ લેતાં તેઓ ઉશ્કેરાઇ ગયાં હતાં અને સ્ટેજ પર ચઢી જઇ હંગામો મચાવ્યો હતો. તેમણે ફર્નિચર, રસ્તા અને પાણીને લગતાં સવાલો પુછયાં હતાં પણ સત્તાધીશોએ ખોટા જવાબો આપ્યાં હોવાનો તેમનો આક્ષેપ છે.
મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં મંજુલાબેન દ્વારા કરવામાં આવેલા આક્ષેપો જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલ ફગાવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢના રસ્તાના કામો ચાલી રહ્યા છે પરંતુ જવાહર રોડ અને એમજી રોડ વિસ્તારમાં પાણીની પાઇપલાઇનના કારણે રોડ રસ્તા રીપેર કરવામાં આવી રહયાં નથી. શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ કારણે જ કામગીરી અટકાવી દેવામાં આવી છે.