જુનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકામાં આવેલાં સરસઇ ગામની ગૌશાળામાં ટુંકા ગાળામાં 100 જેટલી ગૌમાતાના મોત થતાં સ્થાનિકોમાં રોષ ભભુકી ઉઠયો છે. ટ્રસ્ટના સંચાલકો ગૌસેવાના નામે સરકાર તથા અન્ય લોકો પાસેથી નાણા ખંખેરી ફરાર થઇ ગયાં હોવાના આક્ષેપોથી વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે…
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સરસઇ ગામના ગોરખપરાની નટવર પરાં ગૌશાળામાં રહેલી 250 જેટલી ગાયોમાંથી 100 જેટલી ગાયો પોષણક્ષમ ખોરાકના અભાવે મોતને ભેટી છે. ઘટના બાદ ગૌશાળાના ટ્રસ્ટીઓ હાલ પલાયન થઈ ગયા છે અમદાવાદના આભરણ ગોસ્વામી ઉર્ફે છોટુ બાવા હસ્તક ચાલતી ગૌશાળાનું ખોટું ટ્રસ્ટ બનાવી ગાયોના નામે નાણા ખંખેરી લેવાયાં હોવાનું લોકમુખે પણ ચર્ચાઈ રહ્યું છે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ આક્રોશ ઠાલવી 100 ગાયોના મોતના સોદાગરોને સરકાર કડક કાર્યવાહી કરી અને સત્ય બહાર લાવે તેવું જણાવ્યું હતું
ટ્રસ્ટી મંડળના સભ્યોની અંદરો અંદરની નાણાકીય લાલસાને લઈને ઝઘડાઓના કારણે જવાબદારીમાંથી મુક્ત થઈ ગાયોને બિસ્માર હાલતમા છોડીને ટ્રસ્ટીઓ ભાગી ગયા હતા. વ્યવસ્થાના અભાવે કુપોષિત સેંકડો ગાયો મરી ગઇ તેમજ બાકી બચેલી ગાયો આજે દયનીય હાલતમાં મોતની રાહ જોઇ રહી છે. તબીબોએ પણ ગાયોના મોતનું કારણ ખોરાકનો અભાવ જણાવ્યું છે.
ગૌસેવા આયોગના મંત્રી વલ્લભ કથિરિયાએ પણ સ્થાનિક ધારાસભ્યનો સંપર્ક કરવાનું કહી ઉડાઉ જવાબો આપ્યા હતા જાણે કૌભાંડમા પોતે સામેલ હોય અને બધું ખુલ્લુ ના પડ્યું હોય તેવું ફ્લાઇટ થાય છે જુનાગઢ જીલ્લા કલેકટરનો સંપર્ક કરતા તેઓ પણ વિડીયો કોન્ફરન્સમા વ્યસ્ત હતા.જ્યારે અહીંની ગૌશાળામા કામગીરી કરતા કાર્યકરે લુલો બચાવ કરી ટ્રસ્ટીઓને બચાવતો હોવાનું અને કેટલી ગાયો મરી છે તેનો ખ્યાલ તેને ન હોવાનું રટણ કર્યું હતું
વિસાવદર તાલુકા પંચાયત સદસ્ય સુભાષભાઈ ગોંડલીયા, ગ્રામ પંચાયત સદસ્ય દેવેન્દ્ર વિરડીયા, રમેશ રૈયાણી,કિશોર લાખાણી ,મેહૂલ પટોળીયા,રમેશ લીંબડીમાં, રાજાભાઈ કાછડીયા, ડાયાભાઇ રૈયાણી, વિનુભાઈ કાછડીયા ગ્રામજનોના સહકારથી બાકી રહેલી ગાયોને બચાવવા ભારે મહેનત કરી રહ્યા છે.