જૂનાગઢ: સાડા ચાર કરોડના ખર્ચે બનાવાયેલ શામળદાસ ગાંધી ટાઉન હોલના અધુરા કામના પગલે વિવાદમાં

જૂનાગઢ: સાડા ચાર કરોડના ખર્ચે બનાવાયેલ શામળદાસ ગાંધી ટાઉન હોલના અધુરા કામના પગલે વિવાદમાં
New Update

ભાજપના જ પૂર્વ નગર સેવકે કૌભાંડ કર્યાના આક્ષેપો

જૂનાગઢનો શામળ દાસ ગાંધી ટાઉન હોલ જેમાં મહાનગર પાલિકા દ્વારા સાડાચાર કરોડ જેવી માતબર રકમ થી કાર્યન્વિત એવા ટાઉન હોલનું રિનોવેશન કરવામાં આવ્યુ છે. ત્યારે બે દિવસ પહેલા જ મહાનગર પાલિકાના સત્તાધીશો દ્વારા શહેરીજનો માટે ટાઉનહોલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પરંતુ સાડા ચાર કરોડ જેવી માતબર રકમ રીનોવેશનમાં વાપરવામાં આવી છે ત્યારે સ્થળ પર કંઇ અલગ જ ચિત્ર જોવા મળી રહ્યા છે.

રીનોવેશન થયેલા આ ટાઉનહોલમાં ગાબડાઓ જોવા મળી રહ્યા છે. તો બીજી બાજુ પ્લાસ્ટરમાં પણ તિરાડો જોવા મળી છે. સાથે સ્થાનિક ભાજપના આગેવાન અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને વર્તમાન નગરસેવક સંજય ભાઈ કોરડીયા દ્વારા નવીનીકરણ થયેલા ટાઉન હોલની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે ટાઉન હોલના રીનોવેશનમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું હતું.

જે બાબતે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર નંદાણીયા સાહેબની મીડિયા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં રીનોવેશન અંગેનું અડધા કરોડ રૂપિયા જેટલું પેમેન્ટ હજુ આપવાનું બાકી હોવાનું જણાવ્યું હતું. સાથે વધુમાં નંદાણીયાએ જણાવ્યું હતું કે હાલ ટાઉનહોલને પ્રજા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. પરંતુ હજુ રીપેરીંગ કામ બાકી હોવાથી કોન્ટ્રાકટરને નોટિસ પણ પાઠવવામાં આવી છે. જેને લઇને આગામી દિવસોમાં અધૂરું રહેલું કામ તેમજ ટેન્ડરમાં સુચવેલા કામની ગુણવત્તા ચકાસીને વધુ પેમેન્ટ રિલીઝ કરવામાં આવશે.

આમ ટાઉનહોલ અંગે થયેલા રીનોવેશનમાં ભાજપ શાસિત કોર્પોરેશનમાં થયેલી રિનોવેશન કામગીરી અંગે ભાજપના જ સ્થાનિક દિગ્ગજ નેતાએ ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કર્યો છે. ત્યારે આગામી દિવસમાં કોર્પોરેશન દ્વારા કઈ રીતે તપાસ કરવામાં આવશે તે આગામી સમયમાં જોવા નું રહ્યું.

Here are a few more articles:
Read the Next Article