New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/07/maxresdefault-10.jpg)
સિધ્ધાર્થ મલહોત્રા અને કેટરિના કૈફની આગામી ફિલ્મ ‘બાર બાર દેખો’નું ગીત “કાલા ચશ્મા” લોન્ચ કરવામાં આવ્યું છે. આ ગીત નવું નથી કદાચ તમે પણ આ ગીત સાંભળ્યુ હશે. કાલા ચશ્મા 1990ના દશકનું “તેનું કાલા ચશ્મા જચતા વે”નું હિન્દી વર્ઝન છે.
આ ગીતના પ્રમોશન માટે તેને ફિલ્મના ટ્રેલર પહેલાં લોન્ચ કરવામાં આવ્યું છે. “કાલા ચશ્મા” ગીત બાદશાહ અને નેહા કક્કડે કમ્પોઝ કર્યું છે જ્યારે ગીતના કોરિયોગ્રાફર બોસ્કો સીઝર છે.
નવોદિત ડિરેક્ટર નિત્યા મહેરા દ્વારા નિર્દેશિત ‘બાર બાર દેખો’ સપ્ટેમ્બરમાં રીલિઝ કરવામાં આવશે. ફિલ્મમાં એક વ્યક્તિની 18 વર્ષથી 60 વર્ષની ઉંમર સુધીની વાત કરવામાં આવી છે.
Latest Stories