દેશમાં કોરોના દર્દીઓની ઝડપથી વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને આગામી ચારધામ યાત્રાને રદ કરવામાં આવી છે. આ યાત્રા 14 મેના રોજ શરૂ થવાની હતી.
દેશમાં કોરોના બેકાબૂ બન્યું છે. સંક્રમણ રોકેટ ગતિએ વધતાં અને દર્દીઓની ઝડપથી વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને આગામી ચારધામ યાત્રા રદ કરવામાં આવી છે. આ યાત્રા 14 મેના રોજ શરૂ થવાની હતી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે આજે આ અંગે માહિતી આપી હતી.
યાત્રાને રદ કરવા અંગે, ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તિરથસિંહ રાવતે કહ્યું કે રાજ્યમાં કોરોના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને યાત્રા મુલતવી રાખવામાં આવી છે. ત્યાં ફક્ત પૂજારી પૂજા કરી શકશે. સમગ્ર દેશની જનતા માટે ચારધામ યાત્રા હમણાં માટે બંધ રાખવામા આવી છે.