ખેડા : ડાકોરના રણછોડરાય મંદિરે કરાઇ શરદપૂર્ણિમાની ઉજવણી, 4000થી વધુ ભક્તોએ લીધો દર્શનનો લ્હાવો

New Update
ખેડા : ડાકોરના રણછોડરાય મંદિરે કરાઇ શરદપૂર્ણિમાની ઉજવણી, 4000થી વધુ ભક્તોએ લીધો દર્શનનો લ્હાવો

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડરાય મંદિર ખાતે શરદપૂર્ણિમા અને રાસોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

કોરોના મહામારી વચ્ચે સરકારની ગાઈડલાઇન સાથે તમામ ધર્મસ્થાનોના દ્વાર શ્રદ્ધાળુઓ માટે પુનઃ ખોલવામાં આવ્યા છે, ત્યારે ડાકોરના રણછોડરાય મંદિરે શરદપૂર્ણિમા નિમિત્તે ભગવાન રણછોડરાયને વિશેષ શણગાર સાથે સવા લાખનો મુગટ ધારણ કરાવવામાં આવ્યો હતો.

કોરોનાના કારણે છેલ્લા 7 મહિનાથી 7 પૂર્ણિમાના દર્શન બંધ બારણે જ રહેતા ભક્તો દર્શનથી વંચિત રહ્યા હતા, જ્યારે શુક્રવારના રોજ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરનાર 4000થી વધુ ભક્તોએ શરદપૂર્ણિમા નિમિત્તે ભગવાન રણછોડરાયના દર્શનનો લ્હાવો લીધો હતો. જેમાં ભગવાન રણછોડરાયને વિશેષ દૂધ અને પૌવાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.

Latest Stories