ખેડા : સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, પુરવઠા વિભાગે રૂ. 32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

New Update
ખેડા : સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, પુરવઠા વિભાગે રૂ. 32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

ખેડા જીલ્લામાં સરકારી અનાજના જથ્થાને બારોબાર સગેવગે કરવાના કૌભાંડનો પુરવઠા વિભાગે પર્દાફાશ કર્યો છે. જેમાં 8 જેટલા સ્થળોએ સસ્તા અનાજની દુકાનોમાં દરોડા પાડી રૂપિયા 32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

સરકાર દ્વારા આપવામાં આવતા અનાજના જથ્થાને ખેડા જિલ્લાના કેટલાક વેપારીઓ બારોબાર સગેવગે કરતા હોવાની પુરવઠા વિભાગને બાતમી મળી હતી, ત્યારે પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા વિવિધ સ્થળે સસ્તા અનાજની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સિંહુજ, નાયકા, અલીન્દ્રા, હાથનોલી, મોટી સીલોડ, માતર અને અકલાચા સહિતના ગામોમાં પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જોકે સસ્તા અનાજની દુકાનોમાં સરકારી ધારાધોરણ નહીં જળવાતા લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં ઘઉં, ચોખા, મીઠું, ખાંડ, તેલ સહિત કેરોસીન મળી કુલ રૂપિયા 32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, ત્યારે કૌભાંડમાં સંડોવાયેલા તમામ ભ્રષ્ટ વેપારીઓ વિરુદ્ધ પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Latest Stories