New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/19123233/maxresdefault-243.jpg)
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે લુધિયાણાથી મહારાષ્ટ્ર કતલખાને 14 પશુઓને ભરીને લઈ જતી ટ્રકને ગૌરક્ષકોએ પકડી પોલીસને હવાલે કરી.
ખેડા જિલ્લામાં થી પસાર થતા ગેરકાયદેસર પશુમાસને લઈ ગૌ રક્ષકોમાં નરાજગી જોવા મળી રહી છે. ગત મોડી રાત્રીના મહુધાથી નડીઆદ તરફ આવતી એક ટ્રકને ગૌ રક્ષકોએ રોકી હતી અને તેની પૂછપરછ કરતા તેઓ કોઈ જવાબ નહોતા આપી શક્યા જેને લઈ ગૌ રક્ષકો દ્રારા નડીઆદ રૂરલ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે તેમની પૂછપરછ કરતાં તેઓ 14 ગાયોને લુધિયાણાથી મહારાષ્ટ્ર કતલખાને લઈ જઈ રહ્યા હોવાનું કબૂલ્યું હતું. રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પાર કરીને નડિયાદ પહોંચતા ગૌરક્ષકોએ ગાયોના જીવ બચાવી લીધા છે અને તમામ ગાયોને ગૌશાળામાં મોકલી આપી હતી.
Latest Stories