ખેડા : આરોગ્યલક્ષી સુવિધામાં થશે વધારો, પાંચ નવી 108 એમ્બયુલન્સનું લોકાર્પણ

New Update
ખેડા : આરોગ્યલક્ષી સુવિધામાં થશે વધારો, પાંચ નવી 108 એમ્બયુલન્સનું લોકાર્પણ

ખેડા

જિલ્લાની પ્રજાને આરોગ્યલક્ષી 108ની સેવા આસાનીથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા નવી પાંચ 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.

publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image

રાજ્ય

સરકાર દ્વારા ફાળવવામાં આવેલ 5 નવી 108 ઇમરજન્સી

એમ્બ્યુલન્સને ખેડા જિલ્લા સાંસદ દેવુંસિંહ ચૌહાણ તેમજ ગુજરાત વિધાનસભાના

મુખ્યદંડક પંકજભાઇ દેસાઇ દ્વારા લીલીઝંડી બતાવીને રવાના કરવામાં આવી હતી.

 આ પ્રસંગે

જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ખેડા જિલ્લામાં વધુ પાંચ એમ્બ્યુલન્સનો

ઉમેરો થવાથી હવે દર્દીઓને વધુ ઝડપથી ઈમરજન્સી સેવા થકી સારવાર મળી રહેશે. છેલ્લા

બાર વર્ષથી ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા ખેડા જિલ્લામાં ખૂબ જ સારી સેવાઓ આપવામાં

આવી રહી છે. જેના કારણે ઘણાં બધાં લોકોના જીવ બચી શક્યા છે તેમજ હજારો નવજાત

બાળકોના જન્મ પણ 108માં થયા

છે. આગામી દિવસોમાં કુલ ૧૪ ઈમરજન્સી વાન ખેડા જિલ્લામાં ફાળવવામાં આવનાર છે. જેના

થકી સમગ્ર જિલ્લામાં દર્દીઓ માટે ઇમરજન્સી સેવા ઉપલબ્ધ થશે.

Latest Stories