ખેડા : સ્વચ્છતા અંગે અલીણાના ગ્રામજનોની પંચાયતે રજૂઆત ન સાંભળી, જુઓ પછી તાલુકા વિકાસ અધિકારીએ શું કર્યું..!

New Update
ખેડા : સ્વચ્છતા અંગે અલીણાના ગ્રામજનોની પંચાયતે રજૂઆત ન સાંભળી, જુઓ પછી તાલુકા વિકાસ અધિકારીએ શું કર્યું..!

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના અલીણા ગામમાં સ્વચ્છતા સંદર્ભે સ્થાનિક નાગરિકો દ્વારા પંચાયતમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ પંચાયત દ્વારા સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ નહીં આવતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગામમાં સફાઇ અભિયાન હાથ ધરાયું હતું.

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના અલીણા ગામમાં વસ્તી અને વિસ્તાર બન્ને રીતે તાલુકાનું સૌથી મોટું ગામ માનવામાં આવે છે. અલીણા ગામમાં ગંદકીનું પ્રમાણ ખૂબ વધી જતાં સ્વચ્છતા સંદર્ભે નાગરિકો દ્વારા પંચાયતમાં સરપંચ અને તાલાટીને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું ન હતું, ત્યારે ગ્રામજનોની રજૂઆતના પગલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગામમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

મહુધા તાલુકા વિકાસ અધિકારી દ્વારા અલીણા ગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં સતત 5 દિવસ સ્થાનિકોની સમસ્યા બાબતે અંગત રસ દાખવીને ગામમાં સફાઈ કામગીરી શરૂ કરાવવામાં આવી હતી, જ્યારે ખુલ્લી ગટરો અને ગંદકીના ઢગલાને હટાવવા માટે આદેશ કર્યો હતો. જોકે આ સફાઈ અભિયાનની કામગીરીમાં ગ્રામજનોએ પણ ઉત્સાહભેર સહકાર આપ્યો હતો. ઉપરાંત ગ્રામજનોએ સ્વચ્છતા માટે સંકલ્પ પત્ર દ્વારા સ્વચ્છતાનો સંકલ્પ પણ લીધો હતો.

Latest Stories