ખેડા : જમીન વિવાદમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ, ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત

New Update
ખેડા : જમીન વિવાદમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ, ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાનાં રમોસડી ગામ પાસે જમીન વિવાદ મામલે ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં ગતરોજ ચકચારી ઘટના બની હતી. રમોસડી પાસે જમીનના કબજેદારો અને દસ્તાવેજ કરનાર વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. 80 વીઘા જમીનનો ચાલી રહ્યો હતો વિવાદ. જેના દસ્તાવેજ માટે કબજેદાર પાસે 20 જેટલા લોકોનું ટોળું પહોંચ્યું હતું. જ્યાં સામસામે ઘર્ષણ સર્જાયું હતું. મામલો વધુ ગરમાતા એક વ્યક્તિએ ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ સિક્યુરિટી ગાર્ડ દ્વારા કરાયું હોવાનું સામે આવ્યું હતું. જેમાં ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે ખેડા જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તાબડતોબ કાર્યવાહી હાથ ધરી છે.