ખેડા : થર્મલમાં કિશોરના ગળામાંથી ચેઇન આંચકી ભાગ્યાં બે વ્યંઢળ, જુઓ પછી તેમના કેવા થયાં હાલ

New Update
ખેડા : થર્મલમાં કિશોરના ગળામાંથી ચેઇન આંચકી ભાગ્યાં બે વ્યંઢળ, જુઓ પછી તેમના કેવા થયાં હાલ

ગળતેશ્વર તાલુકાના સેવાલિયા નજીકના થર્મલ ખાતેની નાલંદા સોસાયટીમાંથી એક કિશોરના ગળામાંથી સોનાની ચેઇનની ચોરી કરી ભાગવા જતાં રાજકોટના બે નકલી વ્યંઢળને લોકોએ ઝડપી લઇ સેવાલિયા પોલીસને સોંપી દીધાં હતાં. આ પહેલાં અસલી વ્યંઢળોએ નકલી વ્યંઢળોને મેથીપાક ચખાડયો હતો અને તેનો વિડીયો વાયરલ થઇ રહયો છે

સેવાલિયાના થર્મલ ચોકડી પાસેની નાલંદાપાર્ક સોસાયટીમાં રવિવારે સાંજના સુમારે રાજકોટ પંથકના પર્વત  રાઠોડ તથા સંદિપ પરમાર વ્યંઢળનો વેશ ધારણ કરી દિવાળીની બોણી ઉઘરાવવા આવ્યાં હતા. જ્યાં બન્નેએ એક મકાનમાં પીવા માટે પાણી માગ્યું હતુ. ત્યારે ઉભેલાં  કિશોરના ગળામાં સોનાની ચેઇન જોઇ બન્ને શખસે ચેન આંચકી લઇ ભાગવા માંડતા બાળકે બુમાબુમ કરી મુકતાં સોસાયટીના રહીશોએ પીછો કરી ઝડપી લીધાં હતાં. 

સ્થાનિક રહીશોએ સેવાલિયા પોલીસ અને અસલી વ્યંઢળોને બોલાવી લીધાં હતા. રિક્ષામાં લાકડીઓ સાથે આવેલાં ચારેક અસલી  કિન્નરોએ બન્ને નકલી વ્યંઢળો પર ધોકાવાળી કરી મેથીપાક ચખાડ્યો હતો. સરાજાહેર સ્ત્રીના વેશમાં રહેલાં અસલી કિન્નરોના હાથે થતી નકલી વ્યંઢળોની ધોલાઇને જોવા લોકો ટોળે વળ્યાં હતા.આખરે સેવાલિયા પોલીસે વચ્ચે પડી બન્ને શખસને છોડાવી પોલીસમથકે લઇ આવ્યાં હતાં.

Read the Next Article

હવામાન વિભાગ દ્વારા આજે 5 જિલ્લ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપ્યું

હવામાન વિભાગે 17 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે. આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગ દ્વારા આજે 5 જિલ્લ્લામાં ભારે વરસાદની આગાહીને

New Update
varsad

હવામાન વિભાગે 17 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે. આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગ દ્વારા આજે 5 જિલ્લ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપ્યું છે.

14 જુલાઇએ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને 15 જુલાઇથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે.  છેલ્લા 24 કલાકમાં 86 તાલુકામાં મધ્યમ  વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 14થી ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે. 14થી 17 જુલાઇ સુધી ગુજરાતમાં સારો સાર્વત્રિક વરસાદ વરસી શકે  છે. સૌરાષ્ટ્રમાં  14 જુલાઇથી જ તેની અસર શરૂ થઇ જશે. સૌરાષ્ટ્રમાં 13 જુલાઇથી  દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ,  જામનગર, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારે  વરસાદનું અનુમાન છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 14થી 17ના વરસાદના રાઉન્ડમાં ભારે વરસાદની આગાહી છે. અહીં નવસારી, વલસાડ, સુરત, તાપી સહિતના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે.  પર્વ ગુજરાત પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગરમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. 14 જુલાઇથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. જેમાં અમદાવાદ, ગાંઘીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા,પાટણ, અરવલ્લી, ખેડા, આણંદમાં ભારે વરસાદ થવાની શકયતા છે. કચ્છમાં 15 જુલાઇથી ફરી વરસાદનું જોર વધશે.  ખાસ કરીને 14 અને 15 જુલાઇ ભારે સાર્વેત્રિક વરસાદનું અનુમાન છે.