ખેડૂત આંદોલન : 2 કરોડ ખેડૂતોના હસ્તાક્ષર એકત્ર કરી રાહુલ ગાંધી રાષ્ટ્રપતિને મળ્યા, પ્રિયંકા ગાંધીની અટકાયત

New Update
ખેડૂત આંદોલન : 2 કરોડ ખેડૂતોના હસ્તાક્ષર એકત્ર કરી રાહુલ ગાંધી રાષ્ટ્રપતિને મળ્યા, પ્રિયંકા ગાંધીની અટકાયત

કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે. 2 કરોડ ખેડૂતોના હસ્તાક્ષર એકત્રિત કરી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી રાષ્ટ્રપતિને મળવા માટે પહોંચ્યા હતા, તો બીજી તરફ, માર્ચમાં સામેલ પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી હતી, જોકે બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

કેન્દ્ર સરકારના કૃષિ વિષયક કાયદાઓના વિરોધમાં ચાલી રહેલું ખેડૂત આંદોલન આજે 29 માં દિવસે પણ યથાવત છે. ખેડૂતોના સમર્થનમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ નેતાઑએ કૃષિ કાયદા વિરુદ્ધ રાષ્ટ્રપતિને 2 કરોડના હસ્તાક્ષર મેમોરેન્ડમ આપ્યા છે. આ દરમિયાન, દિલ્હી પોલીસે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરા અને કોંગ્રેસના અન્ય નેતાઓને હીરાસતમાં લીધા હતા. જો કે, મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં આશરે અડધો કલાક અટકાયત કર્યા બાદ તેમને મુક્ત કરાયા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ભાજપ સરકાર ખેડૂતોના પેટ પર લાત મારી રહી છે અને અમારી ફરજ છે કે, ખેડૂતોની સાથે ઉભા રહેવું, તેથી અમે અમારું કર્તવ્ય નિભાવશું.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુરુવારે કૃષિ કાયદાના મુદ્દે રાષ્ટ્રપતિને મળ્યા, ત્યારબાદ તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે રાષ્ટ્રપતિને કહ્યું છે કે આ કાયદા દ્વારા ખેડૂતોને નુકસાન થશે, દેશ જોઈ રહ્યો છે કે ખેડૂત કાયદાની વિરુદ્ધ ઉભો છે. હું વડા પ્રધાનને કહેવા માંગુ છું કે ખેડૂત હટશે નહીં, જ્યાં સુધી કાયદો પરત ખેંચવામાં નહીં આવે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સરકારે સંસદનું સંયુક્ત સત્ર બોલાવવું જોઈએ અને આ કાયદાઓને તાત્કાલિક પાછા લેવા જોઈએ. રાહુલે કહ્યું કે આજે ખેડુતો દુખ અને વેદનામાં છે, કેટલાક કિસાનોના મૃત્યુ પણ થયાં છે.

Latest Stories