/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/31095512/vc-1.jpg)
મહારાષ્ટ્રમાં સોમવારે નવા 36 નવા મંત્રીઓને
ઉદ્ધવ ઠાકરે મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે ઉદ્ધવ કેબિનેટમાં
કોંગ્રેસના પ્રધાનોની સંખ્યા 12 થઈ ગઈ છે, જ્યારે એનસીપીના મંત્રીઓની સંખ્યા 16 અને મુખ્યમંત્રી સહિત
શિવસેનાના પ્રધાનોની સંખ્યા 12 થઈ
છે. ભાજપ સાથે અડધી રાતની રમતમાં ઉપ મુખ્યમંત્રી બનેલા અજિત પવારને ફરી વખત ગઠબંધન સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વર્ષા એકનાથ ગાયકવાડ, યશોમતી ઠાકુર અને અદિતિ આ ત્રણ મહિલા ધારાસભ્યોને પણ શપથ લેવડાવવામાં
આવ્યા છે. જાણો આ મહિલાઓ કોણ છે.
વર્ષા એકનાથ ગાયકવાડ -
મુંબઇ કોંગ્રેસ અધ્યક્ષ એકનાથ ગાયકવાડની પુત્રી અને દલિત ચહેરો છે, ધારાવીથી ધારાસભ્ય ચૂંટાયા છે. તેમણે કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.
અદિતિ સુનીલ તટકરે -
એનસીપી નેતા અદિતિ તટકરે એનસીપીના નેતા સુનીલ તટકરેની પુત્રી છે, જે પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, તેમને પણ કેબિનેટમાં શામેલ કરવામાં આવ્યા છે. અદિતિ તટકરેને ઉદ્ધવ કેબિનેટમાં રાજ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે.આદિતિ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે. તેઓ 24 ઓક્ટોબર 2019 ના રોજ શ્રીવર્ધનથી મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા
યશોમતી ઠાકુર-
યશોમતી ઠાકુર કોંગ્રેસના નેતા છે જેમને કેબિનેટ મંત્રી પદથી નવાજવામાં આવ્યા છે. યશોમતી ઠાકુર કોંગ્રેસના એવા નેતા રહ્યા છે જેમણે ખુલ્લેઆમ શિવસેના સાથે સરકાર બનાવવાની હિમાયત કરી હતી. તે મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રની છે. ત્રીજી વખત ધારાસભ્ય બન્યા છે. અને કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ છે.