Connect Gujarat
Featured

રાજ્યમાં કોરોનાનો કોહરામ; છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 8152 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાનો કોહરામ; છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 8152 કેસ નોંધાયા
X

રાજ્યમાં કોરોના વાયરસના આજે રેકોર્ડબ્રેક 8,152 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 81 દર્દીઓનાં મોત થયા છે. આ સાથે જ અત્યારસુધીના સૌથી વધુ એક્ટિવ કેસ હવે ગુજરાતમાં છે. એક્ટિવ કેસનો આંકડો 44298, મૃત્યુઆંક 5000ને વટાવી ગયો, અમવાદામાં આજે 2672 કેસ નોંધાયા છે. આ સ્થિતિમાં રાજ્યમાં હવે સરકાર સામે મોટી ચેલેન્જ ઉભી થઈ છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 2672, સુરતમાં 1864, રાજોકોટમાં 762, વડોદરામાં 486, મહેસાણામાં 249, દામનગરમાં 311, ભરૂચમાં 161, નવસારીમાં 104, બનાસકાંઠામાં 103, ભાવનગરમાં 171, પંચમહાલમાં 87, પાટણમાં 82, કચ્છમાં 81, દાહોદમાં 97, સુરેન્દ્રમાં 72, અમરેલીમાં 74, ગાંધીનગરમાં 129, તાપીમાં 61, જૂનાગઢમાં 107, મહીસાગરમાં 57, સાબરકાંઠામાં 52, ખેડામાં 59, આણંદમાં 48, મોરબીમાં 48, વલસાડમાં 48, દેવભૂમિ દ્વારકામાં 46, નર્મદામાં 42, અરવલ્લીમાં 30, ગીરસોમનાથમાં 24, ડાંગમાં 16, પોરબંદરમાં 11 મળીને કુલ 8,152 નવા કેસ નોંધાયા છે. આજે તેની સામે કુલ 3023 દર્દી સાજા થયા છે.

રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 27, સુરત શહેરમાં 25, રાજકોટ શહેરમાં 8, વડોદરા શહેરમાં 6, બનાસકાંઠામાં 2, ગાંધીનગર શહેરમાં 2, રાજકોટ જિલ્લામાં 2, સાબરકાંઠા જિલ્લામાં 2, અમદાવાદ, આણંદ, ભરૂચ, ગાંધીનગર, જૂનાગઢ, સુરત વડોદરા જિલ્લામાં 1-1 મળીને કુલ મોતની સંખ્યા 81 થઈ છે.

રાજ્યમાં 44298 એક્ટિવ કેસ સરકારી ચોપડે છે. આ સ્થિતિમાં વેન્ટીલેટર પર કુલ 267 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ દર્દીની સંખ્યા 44031 છે. અત્યારસુધીમાં કુલ 3,26, 394 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે મોતનો આંકડો 5076ને વટાવી ગયો છે. રાજ્યમાં વધતા જતા કેસના કારણે રિકવરી રેટ ઘટીને 86.86 ટકા થયો છે.

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 86, 29,022 દર્દીઓને રસી આપવામાં આવી છે જે પ્રથમ ડોઝ છે જ્યારે 12,53,033 દર્દીઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 1,49,507 દર્દીઓને રસી આપવામાં આવી છે ત્યારે ગુજરાતમાં હવે આ સ્થિતિને સ્વાસ્થ્ય કટોકટી કહેવામાં સહેજ પણ સંકોચ નથી.

Next Story