ક્ચ્છ : ઉત્તર કોરિયાના સરમુખત્યાર શાસક કિમ જોંગ ઉન જે બૌદ્ધ સાધુને વંદન કરે છે, તે સાધુએ માંડવીના દરિયા કાંઠે કરી સાધના

New Update
ક્ચ્છ : ઉત્તર કોરિયાના સરમુખત્યાર શાસક કિમ જોંગ ઉન જે બૌદ્ધ સાધુને વંદન કરે છે, તે સાધુએ માંડવીના દરિયા કાંઠે કરી સાધના

હાલમાં જ્યારે કોરોના મહામારીનો કહેર વધી રહ્યો છે, ત્યારે વિશ્વ શાંતિ અને કોરોના મહામારીનો નાશ થાય તે માટે કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલ દરિયા કિનારે 75 વર્ષીય બૌદ્ધ સાધુએ સાધના કરી કરી હતી, ત્યારે આ બૌદ્ધ સાધુની સાધના અહીના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. માંડવીના કાશી વિશ્વનાથ બીચ પર વાજિંત્ર અને મંત્રોચ્ચાર સાથે છેલ્લા 3 દિવસથી તેઓ સાધના કરી રહ્યા છે.

મૂળ જાપાનના હાકુઈ ઇસિકાવાના જુનસૈઈ તેરાસવાએ 17 વર્ષની ઉંમરે તેમના ગુરુ નીચીદાતાસુ ફુજી અને મહાત્મા ગાંધીના શાંતિ અને અહિંસાના સિધ્ધાંતોથી પ્રેરાઈને બૌદ્ધ ભિક્ષુક તરીકે દીક્ષા ગ્રહણ કરી હતી, ત્યારથી તેઓ વિશ્વના અનેક દેશોમાં ભ્રમણ કરી શાંતિ સ્થપાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે, ત્યારે હવે તેઓ કચ્છ જીલ્લાના રમણીય એવા માંડવી બીચ ખાતે સાધના કરી રહ્યા છે. અત્રે મહત્વની બાબત એ છે કે, ઉત્તર કોરિયાના સરમુખત્યાર શાસક કિમ જોંગ ઉન પણ આ સાધુને વંદન કરે છે. કચ્છના વાતાવરણમાં પણ હવે શાંતિનો આહલાદક અનુભવ થઈ રહ્યો છે.