કચ્છ : ભુજમાં ઇન્જેકશન લેવા આવતાં લોકો માટે મંડપ ઉભો કરાયો, અન્ય સુવિધાઓ પણ વધારાય

New Update
કચ્છ : ભુજમાં ઇન્જેકશન લેવા આવતાં લોકો માટે મંડપ ઉભો કરાયો, અન્ય સુવિધાઓ પણ વધારાય

કચ્છમાં જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે કોવીડના દર્દીઓની સારવાર માટે 400 બેડ ઉભા કરવામાં આવ્યાં છે ત્યારે હવે દર્દીઓ માટે સુવિધાઓ વધારવામાં આવી છે તેમજ ઇન્જેકશન લેવા આવતાં લોકોને તડકાથી રક્ષણ આપવા મંડપ ઉભો કરાયો છે.


કોરોનાના દર્દીઓ માટે સંજીવનીરૂપ સાબિત થતું રેમડેસીવીર ઇન્જેક્શન કચ્છ જિલ્લામાં માત્ર ભુજમાં જ મળે છે જેના કારણે સિવિલ સર્જનની કચેરીએ દરરોજ દર્દીઓના સ્વજનોની લાઈનો લાગે છે ત્યારે  રેમડેસીવીર  ઈન્જેકશન લેવા માટે આવતા લોકોને તડકો ન લાગે એ માટે મંડપ ઉભો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત માનવજ્યોત સંસ્થા તરફથી પીવાના પાણીની સગવડ કરવામાં આવી છે. રેમડેસિવિર ઇન્જેકશન તાલુકા મથકો ખાતેથી પણ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા લોકો માંગણી કરી રહયાં છે. બીજી તરફ  જી.કે.જનરલ હોસ્પિટલમાં અસુવિધાઓની ફરિયાદ વચ્ચે વહીવટી તંત્રની ટીમે હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સારી સારવાર, સમયસર જમવાનું મળે છે કે નહિ સહિતની બાબતોની તપાસ કરવામાં આવી હતી. ભુજના પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીએ જણાવ્યું હતું કે,  હાલમાં જી.કે.જનરલમાં 400 બેડ કાર્યરત છે આગામી સમયમાં બેડની સંખ્યા વધારવામાં આવશે.

Latest Stories